સુરત: હાલ ચોથા તબક્કાનું લોકડાઉન પૂર્ણ થવાના આરે છે. આ દરમિયાન અનેક નોકરી-ધંધાઓ સંપૂર્ણ રીતે બંધ રહ્યાં હતા. આવી વિકટ પરિસ્થિતિમાં પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરી શકાય એ મોટો પ્રશ્ન હોય છે, પરંતુ આવી આપદાને પણ અવસરમાં પરિવર્તિત કરી શકાય છે. સુરતના ફોટો સ્ટુડિયો ચલાવનાર સંચાલક પાસે લોકડાઉનમાં સ્ટુડિયો બંધ કરવાની સામે કોઈ આર્થિક ઉપાર્જનનો વિકલ્પ ન મળતા તેમણે પોતાના સ્ટુડિયોમાં જ ખાસ થ્રિડી માસ્ક અને બાળકો માટે કાર્ટુન વાળા માસ્ક તૈયાર કરવા શરૂ કરી દીધા છે. આજે આ બંને માસ્કની ડિમાન્ડ બજારમાં વધી ગઈ છે.
આપદામાં અવસર: સુરતના ફોટો સ્ટુડિયો સંચાલક હવે કાર્ટૂન અને 3D માસ્ક બનાવી રહ્યાં છે - સુરત ન્યૂઝ
હાલ ચોથા તબક્કાનું લોકડાઉન પૂર્ણ થવાના આરે છે. આ દરમિયાન અનેક નોકરી-ધંધાઓ સંપૂર્ણ રીતે બંધ રહ્યાં હતા. આવી વિકટ પરિસ્થિતિમાં પરિવારનું ભરણ પોષણ કેવી રીતે કરી શકાય એ મોટો પ્રશ્ન હોય છે, પરંતુ આવી આપદાને પણ અવસરમાં પરિવર્તિત કરી શકાય છે.
સુરતના કતારગામ વિસ્તારમાં ફોટો સ્ટુડિયો ચલાવનાર ધીરેશભાઈ માટે લોકડાઉન દરમિયાન પરિવારના ભરણપોષણ કરવા માટે એક યુનિક આઈડિયા આવ્યો. તેઓએ પોતાના ફોટોગ્રાફી મશીનથી 3D માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે. આ થ્રીડી માસ્કમાં વ્યક્તિનો ચેહરો સાફ જોવા મળે છે. જે નોર્મલ ચેહરા જેવો જ હોય છે, પરંતુ તેના થકી વ્યક્તિની માસ્ક પહેરવા બાદ પણ ઓળખ થઈ જાય છે. એટલું જ નહીં તેઓએ પોતાની દુકાનમાં ખાસ બાળકો માટે પણ કાર્ટૂન માસ્ક તૈયાર કર્યા છે. બાળકોને માસ્ક પહેરવામાં સરળતા પડે અને આકર્ષણ ઉભું માટે તેઓએ બેન્ટેન, છૂટકી, છોટાભીમ અને ડોરેમોનના માસ્ક વેચી રહ્યાં છે.
હાલ લોકડાઉનના કારણે કોઈપણ ફોટો સ્ટુડિયોમાં ફોટો પડાવવા ગ્રાહકોની હાજરી જોવા નથી મળી રહી. આવી સ્થિતિમાં રોજગાર ચલાવવા માટે તેઓએ પોતાની સ્થિતિને માસ્ક બનાવી આપદાને અવસરમાં બદલી નાંખી છે. થ્રિડી માસ્ક અને બાળકોના કાર્ટુનો માસ્ક બજારમાં ખૂબ જ ડિમાન્ડ પણ વધી રહ્યાં છે.