ગુજરાત

gujarat

ETV Bharat / city

ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી યુવતીઓને બિભિત્સ મેેસેજ કરતો ઈસમ ઝડપાયો - Surat cyber crime news

યુવતીના ફોટો પ્રોફાઇલ પીક્ચરમાં અપલોડ કરી ફેક આઈડી બનાવી ઇન્સ્ટાગ્રામ પર ઓનલાઇન ચેટ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ફેક આઈડી બનાવી યુવતીના પરિચિત અને પરિવારના સભ્યોને બિભત્સ મેસેજ અને મોર્ફીંગ કરેલા ફોટો પણ મોકલ્યા હતા. આરોપી વિરૂદ્ધ સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધવવામાં આવી હતી.

Surat
Surat

By

Published : Dec 8, 2020, 11:30 AM IST

ફેક આઈડી બનાવી યુવતીને મોકલતો હતો બિભત્સ મેસેજ

યુવતીના પરિવારને પણ મોકલ્યા મોર્ફીંગ કરેલા ફોટો

સાઈબરે ક્રાઈમે કરી આરોપીની ધરપકડ

સુરત: યુવતીના ફોટો પ્રોફાઇલ પીક્ચરમાં અપલોડ કરી ફેક આઈડી બનાવી ઇન્સ્ટાગ્રામ પર ઓનલાઇન ચેટ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ફેક આઈડી બનાવી યુવતીના પરિચિત અને પરિવારના સભ્યોને બિભત્સ મેસેજ અને મોર્ફીંગ કરેલા ફોટો પણ મોકલ્યા હતા. આરોપી વિરૂદ્ધ સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધવવામાં આવી હતી.

ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી યુવતીઓને બિભિત્સ મેેસેજ કરતો ઈસમ ઝડપાયો

બહેનની તસવીરો જોઈ ભાઈ ચોંકી ગયો હતો

22 વર્ષીય યુવતીના માસીના પુત્રના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તારીખ 4 મે ના રોજ ઓનલાઇનચેટ123 નામના ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી બિભત્સ મેસેજ અને કેટલાક ન્યુડ ફોટો આવ્યા હતા. બહેનની તસવીરો જોઈ ભાઈ ચોંકી ગયો હતો અને તુરંત જ બહેનનો કોલ કરી તેના સ્ક્રીનશોર્ટ બહેનને મોકલાવ્યો હતો.

ટેક્નિકલ મદદથી તુષાર બોરડ નામ ઈસમની ધરપકડ

આજ એકાઉન્ટ ઓનલાઇનચેટ123 પરથી આરોપીએ યુવતીને પણ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલાવી હતી. પરંતુ યુવતીએ તે સ્વીકારી નહોતી. ફોટો મોર્ફીંગ કરનાર વિરૂધ્ધ યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યાર બાદ સાયબરની ટેક્નિકલ મદદથી આરોપી તુષાર બોરડ નામ ઈસમની ધરપકડ કરવામાં આવી હતીઆ અંગે વધુ તપાસ કરતાં સામે આવ્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયા માત્ર મજાક મસ્તી અને મનોરંજન માટે કરવામાં આવી હતી. આરોપી મૂળ અમરેલીના ધારીનો રહેવાસી છે, જે હાલમાં બેકાર હતો. માત્ર મજાક મસ્તી માટે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details