ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં વેક્સિનેશન માટે આખી રાત મચ્છરોના ત્રાસમાં લાઈનમાં ઉભા રહે છે લોકો - corona third wave

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરમાં ઘણી મૂશ્કેલીઓનો સામનો લોકોને કરવો પડ્યો હતો. જેમાં ઓક્સિજન, વેક્સિનેશન અને બેડને લઇને ઘણી અછત ઉભી થઇ હતી. ત્યારે ત્રીજી લહેરમાં આવી તકલીફ ના પડે તે માટે પહેલાથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં ત્રીજી લહેર સામે લડવા માટે લોકો વેક્સિનેશન(vaccination) માટે આખી રાત મચ્છરના ત્રાસમાં ઉભા રહીને વેક્સિન (vaccine ) લેવા પડાપડી કરી રહ્યા છે.

સુરતમાં વેક્સિનેશન માટે આખી રાત મચ્છરોના ત્રાસમાં લાઈનમાં ઉભા રહે છે લોકો
સુરતમાં વેક્સિનેશન માટે આખી રાત મચ્છરોના ત્રાસમાં લાઈનમાં ઉભા રહે છે લોકો

By

Published : Jul 24, 2021, 5:10 PM IST

  • વેક્સિન લગાવવા માટે એક દિવસ અગાઉ જ લાઈનમાં ઊભા રહ્યા
  • મચ્છરોનો ત્રાસ વચ્ચે આખી રાત લોકો લાઈનમાં ઉભા રહ્યા
  • વેકસીન નથી તો કામ પર પણ નહીં રાખી રહ્યા છે

સુરત: કોરોનાની ત્રીજી લહેર ખૂબ જ ઘાતક બતાવવામાં આવી રહી છે, લોકો ત્રીજી લહેર આવે તે પહેલાં સુરક્ષિત થવા માટે વેક્સિન (vaccine )લેવા પડાપડી કરી રહ્યા છે. વેક્સિન લેવા માટે મુશ્કેલીઓ પડી રહી છે, એક દિવસ અગાઉ લોકો વેક્સિન માટે ટોકન લેવા વેક્સિન સેન્ટર(vaccine center)ની બહાર લાઈન લગાવી દેતા હોય છે. ઉધના હરિ નગર વેકસીન સેન્ટર (vaccine center)ખાતે લોકો ઘરેથી જ પોતાનું આસન લઈને સેન્ટર બહાર મચ્છરોના ત્રાસ વચ્ચે લાઇન લગાવી રહ્યા છે. સવાર સુધીમાં હજારોની સંખ્યામાં લોકો વેક્સિન લેવા માટે લાઇનમાં ઉભા થઈ જાય છે.

આ પણ વાંચો- Vaccination Update: 3 દિવસ વેક્સિન પ્રક્રિયા રહી બંધ, 2,200 સેન્ટરો પર વેક્સિનેશન ફરી શરૂ થાય તેવી શક્યતા

વેક્સિનના ટોકન માટે લોકો પડાપડી કરી રહ્યા હતા

આજ રોજ વેક્સિન(vaccine ) માટે ટોકન આપવાના સમયે લોકોની પડાપડી થઇ હતી. લોકોએ ટોકન લેવા માટે એકબીજાને ધક્કામુક્કી કરી હોબાળો કર્યો હતો. હજારોની સંખ્યામાં મહિલા-પુરુષ એક સાથે જ લાઈનમાં ઉભા હોય છે. સોશિયલ ડિસ્ટન્સ કે અન્ય લોકો માસ્ક વગર નજરે પડે છે. વેક્સિન(vaccine )ના ટોકનને લઈને લોકોએ વધુ હોબાળો કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

સુરતમાં વેક્સિનેશન માટે આખી રાત મચ્છરોના ત્રાસમાં લાઈનમાં ઉભા રહે છે લોકો

પોલીસે લોકોને બહાર કાઢી મામલો થાળે પાડ્યો હતો

લોકોની ધક્કામુક્કી વચ્ચે પોલીસે લોકોને ધક્કો મારીને બહાર કાઢી મામલો થાળે પડ્યો હતો, જ્યારે રાતથી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ઘણા લોકો વેક્સિન (vaccine)લીધા વગર જ નિરાશ થઈને ઘરે પરત ફરી વળ્યા છે. જો આ રીતે વેક્સિન(vaccine)ની અછતને લઈને લોકોની ભીડ ઉમટી રહેશે, તો કોરોના નિયમના ધજાગરા ઉડશે અને ચોક્કસ કોરોનાની ત્રીજી લહેર વધુ ઘાતક બની શકે છે.

વેક્સિન લીધી નહી હોય તો કામ પર પણ નહી રાખે- દલવીર કુમાર

વેક્સિન લેવા માટે આવેલા દલવીર કુમારે જણાવ્યું હતું કે, વેક્સિન લેવા માટે લાઈનમાં બેઠો છું, હાલ રાત્રે 12:00નો સમય થઈ ગયો છે, સવારે ટોકન આપવામાં આવશે. ત્યારબાદ અમને વેક્સિન મળશે. મચ્છરોના ત્રાસની વચ્ચે અમે વેક્સિન(vaccine ) લેવા માટે લાઇનમાં ઉભા છે, વેક્સિન લીધી હશે તો જ અમને કામ પર રાખવામાં આવશે અને અહીં અમને વેક્સિન(vaccine ) લેવા માટે ખૂબ તકલીફ પડી રહી છે.

સુરતમાં વેક્સિન લેવા માટે આખી રાત લાઇનમાં લોકો ઉભા રહે છે

વેક્સિનની આ વ્યવસ્થાથી અમે કંટાળી ગયા છે- જીવનભાઇ

વેક્સિન લેવા આવેલા જીવનભાઈ પાટીલે જણાવ્યું હતું કે, રાત્રે 12.30 વાગ્યાના અરસામાં અમે અહી આવ્યા છે. લોકો અહીં 9:30 વાગ્યા પહેલાના જ લાઈનમાં ઉભા હતા. આજે વેક્સિન(vaccine ) સેન્ટર ચાલુ થતા લોકોની ભીડ ઉમટી પડી હતી. વેક્સિનને(vaccine ) લઈને લોકોને ભારે હેરાનગતિ ઉભી થઈ રહી છે, સરકાર અને સુરત મહાનગરપાલિકાએ વ્યવસ્થા કરવી જોઈએ. હાલની વ્યવસ્થા છે, એનાથી અમે ખૂબ દુઃખી છે, ત્રાસી ગયા છે. રાત્રી દરમિયાન મચ્છરનો ત્રાસ પણ ઘણો હોય છે, ત્યાં અમે સૂઇ રહ્યા છે. અમને આશા છે કે અમને વેક્સિન(vaccine ) મળશે. આ વ્યવસ્થાથી અમે કંટાળી ગયા છે.

સુરતમાં વેક્સિન લેવા માટે આખી રાત લાઇનમાં લોકો ઉભા રહે છે

લોકો સવારના 5 વાગ્યાના લાઇનમાં વેક્સિન લેવા ઉભા રહે છે-જશોદા બહેન

જશોદા બહેને જણાવ્યું હતું કે, સવારના પાંચ વાગ્યાના લાઇનમાં ઉભા છે. ભીડ એટલી છે કે, લોકો અહીં જબરજસ્તીથી ઘુસી જતા હોય છે. મહિલાઓ માટે અલગથી લાઈનની વ્યવસ્થા કરવી જોઈએ. બાળકોને અમે ઘરે એકલા મુકીને આવ્યા છે, પુરુષ અને મહિલાની અલગ લાઈન હોવી જોઈએ. મહિલાઓને તકલીફ પડી રહી છે.

સુરતમાં વેક્સિનેશન માટે આખી રાત મચ્છરોના ત્રાસમાં લાઈનમાં ઉભા રહે છે લોકો

આ પણ વાંચો-Covid Vaccination Drive: ગાંધીનગર જિલ્લાના 21 ગામમાં 100 ટકા વેક્સિનેશન

વેક્સિન લેવા માટે લોકોની ભારે ભીડ જામી

હાલ વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન(vaccine ) લેવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. લોકોના મોઢા પર માસ્ક કે કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ દેખાઇ રહ્યું નથી. જો વ્યક્તિની ભીડ આમ ભેગી થશે અને કોરોનાના નિયમના ધજાગરા ઉડશે, તો ચોક્કસ કોરોનાની ત્રીજી લહેર વધુ ઘાતક બનશે.

ABOUT THE AUTHOR

...view details