ગુજરાત

gujarat

ETV Bharat / city

દક્ષિણ ગુજરાત ઘણા વર્ષો બાદ ભારે પવનની અનુભૂતિ કરશેઃ સુરત મનપા કમિશનર - strong wind

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીના જણાવ્યા મુજબ, સંભવિત વાવાઝોડાના કારણે આવનારા કલાકોમાં પવનની ગતિમાં વધારો થશે. દક્ષિણ ગુજરાતમાં વર્ષો બાદ લોકો ભારે પવનની અનુભૂતિ કરશે.

Surat Municipal Commissioner
બંછાનિધી પાની

By

Published : Jun 3, 2020, 4:06 PM IST

સુરત: નિસર્ગ વાવાઝોડાનું સંકટ દક્ષિણ ગુજરાત માથે મંડરાઈ રહ્યું છે. ત્યારે સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધી પાનીએ મહત્વનું નિવેદન આપ્યું છે. નિસર્ગ વાવાઝોડું દક્ષિણ ગુજરાત પરથી પસાર થશે. નિસર્ગ વાવાઝોડાનો પ્રભાવ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. પવનની ગતિ સવારે પ્રતિ કલાક 5 કિલોમીટરની ઝડપ હતી. તે વધીને 22 કિલોમીટરની પ્રતિ કલાકની થઈ છે. આગામી કલાકોમાં પવનની ગતિમાં વધારો થશે.

સુરત મ્યુનિસિપલ કમિશનરે ઘરના બારી અને દરવાજા બંધ રાખવા લોકોને અપીલ કરી

નિસર્ગ વાવાઝોડા સંદર્ભે સુરત મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં લાંબા સમય બાદ આ રીતે પવનની ગતિમાં વધારો જોવા મળશે. તમામ લોકોને ઘરમાં રહેવા વિનંતી કરાઈ છે. ઘરે રહી ઘરના બારી અને દરવાજા બંધ રાખવા લોકોને અપીલ કરી છે. દરિયા કિનારાના વિસ્તારોમાં નહીં જવા માટે પણ લોકોને અપીલ કરાઈ છે. તેમજ કાચા મકાનમાં રહેતા લોકોને પાલિકાના શેલ્ટર હોમમાં આશરો આપવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details