સુરત: ભગવાન પરશુરામજીનો દીવો અને મોબાઈલ ફ્લેશ લાઈટ ચાલુ કરીને મહાઆરતી કરવામાં આવી હતી. આજે ભગવાન પરશુરામજી જન્મજયંતી શહેરમાં પરશુરામજી જન્મોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અયોધ્યા રામ જન્મભૂમિ ટ્રસ્ટના અગ્રણી સભ્ય અને કાશી સિદ્ધપીઠ હરિદ્વારના સંત વિજયાનંદપુરીજી મહારાજ(Saint of Kashi Siddhapeeth Haridwar) અને શહેરના સમસ્ત બ્રાહ્મણ સમાજ(All Brahmin Community) ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકો સાથે મળીને ભગવાન પરશુરામજીની દીવો અને મોબાઈલ ફ્લેશ લાઈટ ચાલુ કરીને મહાઆરતી કરવામાં આવી. આ કાર્યક્રમમાં રાજ્યના માર્ગ મકાન પ્રવાસન પ્રધાન(Minister of Road Building Tourism) પૂર્ણેશ મોદી અને સુરત ચોર્યાસી તાલુકાના ધારાસભ્ય ઝંખના પટેલ હાજર રહ્યા હતા.
Birthday of Lord Parashuramji: બોલી ઉઠ્યા ડો.રામ વિલાસ વેદાંતી લાઉડ સ્પીકર વિશે અને કહ્યું કંઈક આવું.. - માર્ગ મકાન પ્રવાસન પ્રધાન
સુરતમાં આજે મંગળવારે પરશુરામજી જન્મોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અયોધ્યા રામ જન્મભૂમિ ટ્રસ્ટના અગ્રણી સભ્ય અને કાશી સિદ્ધપીઠ હરિદ્વારના સંત વિજયાનંદપુરીજી મહારાજ(Saint of Kashi Siddhapeeth Haridwar) ઉપસ્થિત રહ્યા હતા. શિલાન્યાસ સમિતિના અધ્યક્ષ(Chairman of the Shilyanash Committe) લાઉડ સ્પીકર લઇને શું કહ્યું જાણો છો?
લાઉડ સ્પીકર એ રીતે વગાડવું જોઈએ જે રીતે આપણે સાંભળી શકાય -કોઈપણ ધર્મના લોકો બીજાને હેરાનગતિ ન થાય તે રીતે લાઉડસ્પીકર વગાડવા જોઈએ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અયોધ્યા રામ મંદિર શિલાન્યાસ સમિતિના અધ્યક્ષ ડો.રામ વિલાસ વેદાંતીએ લાઉડ સ્પીકર લઈને લઈ કહ્યું કે, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન(Chief Minister of Uttar Pradesh) યોગી આદિત્યનાથએ લાઉડ સ્પીકરને લઈને જે જાહેરાત કરી છે. જે રીતે યુપીમાં કામગીરી થઈ છે તેને વધાવું છું. યોગી આદિત્યનાથને અભિનંદન આપું છું, પરંતુ આ લાઉડ સ્પીકર એ રીતે વગાડવું જોઈએ જે રીતે આપણે સાંભળી શકીએ. હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈપણ ધર્મના લોકોએ બીજાને હેરાનગતિ ન થાય તે રીતે લાઉડસ્પીકર વગાડવું જોઈએ.
આ પણ વાંચો:Parshuram Jayanti 2022: આજે પરશુરામ જયંતિ, જાણો શુભ મુહૂર્ત, પૂજા અને મહત્વ
લાઉડ સ્પીકરથી લોકોને હેરાનગતિ -કોઈપણ ધર્મના લોકોએ તેઓ પોતાના આંગણમાં જ લાઉડ સ્પીકર વગાડી શકે છે. આ વાત હકીકત છે કે, મસ્જિદમાં લાઉડ સ્પીકર(Loudspeaker in the mosque) વગાડી પાંચ વખત નમાઝ પઢવામાં આવે છે. જેનાથી લોકોને હેરાનગતિ થતી હતી. આ બંધ કરવાનું કામ યોગી આદિત્યનાથે કર્યું છે. આવી રીતે મારી પણ ઈચ્છા છે કે આ જ નિયમ આખા દેશમાં બધા રાજ્યમાં લાગુ થવું જોઈએ. જેથી કરીને બીજા કોઈ લોકોને આ લાઉડ સ્પીકરથી ખલેલ ન પહોંચે.