ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત દરિયાકાંઠાના વિસ્તારના ગામોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળ પર જવા અપીલ કરાઇ

સમગ્ર દેશમાં હાલ કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે. ત્યારે બીજી બાજુ તૌકતે વાવાઝોડાને લઈને શહેરનું તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. તૌકતે વાવાઝોડાને લઇને દરિયાકાંઠાના વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યારે સુરતના દરિયાકાંઠાના વિસ્તારના ગામોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળ પર જવા અપીલ પણ કરવામાં આવી રહી છે.

સુરત દરિયાકાંઠાના વિસ્તારના ગામોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળ પર જવા અપીલ કરાઇ
સુરત દરિયાકાંઠાના વિસ્તારના ગામોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળ પર જવા અપીલ કરાઇ

By

Published : May 17, 2021, 11:48 AM IST

  • તૌકતે વાવાઝોડાને લઈ દરિયાકાંઠાના ગામના લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે
  • ગણતરીના ક્લાકોમાં વાવાઝોડાની ભારે અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે
  • 80 કિલોમીટર પ્રતિ ક્લાકની રફતારથી તૌકતે વાવાઝોડાની અસર સુરતમાં થઈ શકે છે

સુરત: તૌકતે વાવાઝોડાને લઈ દરિયાકાંઠાના ગામના લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. ગણતરીના ક્લાકોમાં વાવાઝોડાની ભારે અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ કારણથી સુરતના દરિયાકાંઠે આવેલા ગામના લોકોને સાવચેતીના ભાગરૂપે સેલટર હોમમાં સુરક્ષિત રીતે ચાલ્યા જવાની અપીલ કરવામાં આવી રહી છે.

સુરત દરિયાકાંઠાના વિસ્તારના ગામોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળ પર જવા અપીલ કરાઇ

આ પણ વાંચોઃતૌકતેનું ગુજરાત પર સંકટ, હવામાન વિભાગની આગાહી

સાવચેતીના ભાગરૂપે હવે દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા ગામના લોકોને ડેપ્યુટી સરપંચ દ્વારા સમજાવવામાં આવી રહ્યા છે

80 કિલોમીટર પ્રતિ ક્લાકની રફતારથી તૌકતે વાવાઝોડાની અસર સુરતમાં થઈ શકે છે. સાવચેતીના ભાગરૂપે હવે દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા ગામના લોકોને ડેપ્યુટી સરપંચ દ્વારા સમજાવવામાં આવી રહ્યા છે. ભાઠા વિસ્તારમાં આવેલા ગામમાં કાચા મકાનોની સંખ્યા વધારે છે, જેના કારણે ગામના લોકોને વાવાઝોડાના સમયે મુશ્કેલી થઈ શકે છે. આ કારણથી ગામમાં બનાવવામાં આવેલા સેલટર હોમમાં લોકોને જવા માટેની અપીલ કરવામાં આવી રહી છે.

સુરત દરિયાકાંઠાના વિસ્તારના ગામોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળ પર જવા અપીલ કરાઇ

આ પણ વાંચોઃએક બાજુ કોરોનાનો કહેર અને બીજી બાજુ તૌકતે વાવાઝોડાને લઇને તંત્ર થયું સજ્જ

દરિયામાં ન જવા માટે અપીલ કરવામાં આવી

સુવાલી ગામના ડેપ્યુટી સરપંચ બિપિનભાઈએ જણાવ્યું હતું કે, અમે ગામના લોકોને એલર્ટ કરી રહ્યા છે. ગામમાં મોટાભાગે માછીમારો રહે છે, તેમને ત્રણથી ચાર દિવસ સુધી દરિયામાં ન જવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details