સુરત: ભારે વરસાદને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તબાહી(Floods in South Gujarat) મચી ગઈ છે. ડાંગ જિલ્લામાં(Heavy rains in Dang district) પડી રહેલા ભારે વરસાદ થઈ રહ્યો હોય પૂર્ણા, અંબિકા નદી તોફાની બની છે. પૂર્ણા નદીની જળસપાટીમાં ફરી એક વખત વધારો થતાં બારડોલી તાલુકાના ખરડ અને છીત્રા ગામમાં(Kharad and Chitra Village in Bardoli) પણ તેની અસર જોવા મળી હતી. ખરડ ગામનો બુધવારે ચાર દિવસ બાદ સંપર્ક થઈ શક્યો હતો. પરંતુ નદીની જળ સપાટી વધતા(Water level of River Rises) ચાર કલાક બાદ ફરી એપ્રોચ રોડ પર પાણી ફરી વળતાં ગામ સંપર્ક વિહોણું બન્યું હતું.
આ પણ વાંચો:ગુજરાતમાં મેઘસવારી યથાવત: નવસારી, વલસાડમાં કોહરામ, 24 કલાકમાં 213 તાલુકાઓમાં વરસાદ
રાશન પાણીની મુશ્કેલી - હાલ પણ ગામમાં જવાઈ એવી કોઈ સ્થિતિ ન હોવાથી ત્યાં વસતા લોકોની હાલત દયનીય થઈ ગઈ છે. પાંચ દિવસ સુધી ગામની બહાર નહીં નીકળી શકતા લોકોને રાશન પાણીની પણ મુશ્કેલી પડી રહી છે. જો કે બારડોલી વહીવટી તંત્ર(Bardoli administration) દ્વારા ફૂડ પેકેટની પણ વ્યવસ્થા(Arrangement of food packets) કરવામાં આવી છે. બુધવારે થોડા સમય માટે રસ્તો ખૂલતાં જરૂરી ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા હતા.
પાંચ દિવસથી ગામના લોકો બહાર નીકળી શક્યા નથી - ગામના ઉપસરપંચ હેમંતસિંહ બારડે જણાવ્યુ હતું કે, વહીવટીતંત્ર પૂર્ણપણે સહકાર આપી રહ્યું છે. ગામમાં પાણી ભરાવાની શક્યતા ન હોય કોઈ વ્યક્તિ સ્થળાંતર થવા માગતા નથી. તેમની પાસે 50થી વધુ પશુઓ હોય તેઓ ગામમાં જ રહેવાનું સુરક્ષિત માની રહ્યા છે. તલાટી કમ મંત્રી વિશાલ ગોંડલિયાએ જણાવ્યુ હતું કે, છેલ્લા પાંચ દિવસથી તેઓ ગામની બહાર ગયા નથી. ત્રણ રાત્રિથી છીત્રા ગામ પણ સંપર્ક વિહોણું બને છે પરંતુ સવાર થતાં પાણી ઉતરી જતું હોય હાલ જોખમ જેવું લાગતું નથી. જો કે તેમની સાથે વહીવટી તંત્ર તેમજ SDRFની ટીમ પણ સતત સંપર્કમાં છે.