- રમેશ પંજાબીને લોકો જુનિયર મોદી તરીકે બોલાવે છે
- રમેશ પંજાબી પ્રોપર્ટી બ્રોકર છે
- હાલ તેઓ કોવિડ કેર સેન્ટરમાં તબીબો, સ્ટાફ અને દર્દીઓને ચા આપે છે
સુરત: શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડુબલીકેટ ગણાતા જુનિયર મોદી હાલ સુરતના કોવિડ સેન્ટરમાં તબીબો, મેડિકલ સ્ટાફ અને દર્દીઓને રોજે બે વખત પોતાની ચા આપે છે. કોવિડ સેન્ટરમાં તેઓએ જુનિયર મોદી ચા વાળા કહીને બોલાવે છે અને તેઓ આ કોવિડ સેન્ટરમાં લોકપ્રિય બની ગયા છે.
આ પણ વાંચોઃ સગર્ભાવસ્થા મુસ્લિમ નર્સ રોજા રાખી દર્દીઓની કરી રહી છે સેવા
રમેશ પંજાબીને વર્ષ 2016થી લોકો જુનિયર મોદી તરીકે બોલાવે છે
સુરતમાં પ્રોપર્ટી બ્રોકર તરીકે પોતાની ઓળખ બનાવનાર રમેશ પંજાબીને વર્ષ 2016થી લોકો જુનિયર મોદી તરીકે બોલાવે છે. જ્યારે લોકો રમેશ પંજાબીને જુએ છે ત્યારે તેમની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝલક જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ પરિધાન અને તેમની જેમ દાઢી તેઓએ રાખી છે. હાલ સુરતમાં તેઓ જુનિયર મોદી તરીકે પ્રસિદ્ધ છે. આ વચ્ચે તેઓ સુરતના અલથાણ વિસ્તાર ખાતે આવેલા અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં ફરજ પર હાજર તબીબો મેડિકલ સ્ટાફ અને દર્દીઓને પોતાના હાથથી ચા આપે છે.
સુરતના કોવિડ સેન્ટરમાં મળો જુનિયર મોદી ' ચા વાળા' ને આ પણ વાંચોઃ પારડી મોક્ષરથ સમિતિ દ્વારા કોરોના મૃતકો માટે શબવાહિની સેવા શરૂ કરાઈ
ચા આપી પોતાનો કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરે છે
આ અંગે રમેશ પંજાબીએ જણાવ્યું હતું કે ,એક જાન્યુઆરી 2016થી લોકો તેમને તેમના ચહેરા અને હાવભાવના કારણે જુનિયર મોદી તરીકે બોલાવવા લાગ્યા હતા. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં લોકો જુનિયર મોદી તરીકે તેમને સંબોધિત કરે છે. હાલ જે રીતે કોરોના કેસો વધી રહ્યા છે અને શહેરના ડૉક્ટરો મેડિકલ સ્ટાફ સતત દર્દીઓને સેવા આપી રહ્યા છે તેને જોઈ તેઓ સુરતના કોવિડ સેન્ટરમાં રોજે સવારે અને સાંજે ડોક્ટરોને મેડિકલ સ્ટાફે અને દર્દીઓને ચા આપી પોતાનો કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરે છે.