- Russian Vaccine મૂકાવવા માટે લોકો સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરવા લોકો તૈયાર
- મુંબઈના 90 લોકોએ સુરત કિરણ હોસ્પિટલમાં Russian Vaccine Registration કરાવ્યું
- સુરતમાં રશિયન રસીકેન્દ્રમાં 524 લોકો અન્ય રાજ્યોમાંથી આવે છે
સુરત: અન્ય રાજ્યોના ઘણાં લોકોએ રશિયામાં તૈયાર થયેલી કોરોના પ્રતિરોધક રસી લેવા માટે સુરત આવવું પસંદ કર્યું છે.રશિયન રસી ( Russian Vaccine Registration ) માટે મુંબઈના 90 લોકોએ સુરત કિરણ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે અન્ય રાજ્યોમાંથી 500થી વધુ લોકો રશિયન વેકસીન પર ભરોસો કરી સુરતમાં રશિયન વેકસીન લેવા માટે રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યાં છે. રશિયન વેકસીન ( Russian Vaccine Registration ) માટે કેટલાય મહિનાઓથી રાહ જોઈ રહેલા લોકો મોટી સંખ્યામાં રશિયન વેકસીન માટે રજિસ્ટ્રેશન કરાવી રહ્યાં છે.રાજ્યમાં સ્પુટનિકનું પહેલું વેકસીનેશન કેન્દ્ર સુરતની કિરણ હોસ્પિટલમાં આપવામાં આવ્યું છે. ગુજરાતના વિવિધ શહેરો અને અન્ય રાજ્યોના લોકો પણ રશિયન રસી મેળવવા માટે સુરત આવી રહ્યા છે.
ન્યૂનતમ આડઅસરો છે
રશિયન વેકસીન ( Russian Vaccine Registration ) માટે સુરતમાં દરરોજ રસીની ઉપલબ્ધ માત્રા કરતા ત્રણ ગણા વધુ લોકો નોંધણી કરાવી રહ્યાં છે, સ્લોટ ઓછા હોવાના કારણે વેઇટિંગ લિસ્ટમાં વધારો થઈ રહ્યો છે. મુંબઈ, મધ્યપ્રદેશ, માઉન્ટ આબુ, રાજસ્થાનના લોકો રશિયન વેકસીન માટે સુરતમાં નોંધણી કરાવી રહ્યાં છે.આ રશિયન વેકસીન ન્યૂનતમ આડઅસરો અને બે ડોઝ વચ્ચેના નાના તફાવતને કારણે લોકોની પ્રથમ પસંદગી બની છે.
10 દિવસમાં 8000 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
કિરણ હોસ્પિટલના એડમિનિસ્ટર ડૉ મેહુલ પંચાલે જણાવ્યું હતું કે, સુરતમાં જ પાંચ હજારથી વધુ લોકો રશિયન રસીની ( Russian Vaccine ) રાહ જોઇ રહ્યાં છે. માત્ર 10 દિવસમાં 8000 લોકોએ રજિસ્ટ્રેશન ( Russian Vaccine Registration ) કરાવ્યું છે.અત્યાર સુધી 1,400થી વધુ લોકો સ્પુટનિક વેકસીન લગાવી ચૂક્યાં છે. કિરણ હોસ્પિટલમાં દરરોજ 110 લોકોને રસી આપવામાં આવે છે ત્યારે બીજા 300 લોકો વેઇટિંગ લિસ્ટમાં દરરોજ વધી રહ્યા છે. અહીં કોમ્પોનેન્ટ A-B વેકસીન આપવામાં આવે છે.