- દાદરા નગરહવેલીના સાંસદ મોહન ડેલકરે કરી હતી આત્મહત્યા
- મુંબઈની હોટલમાંથી રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો મૃતહેદ
- આદિવાસી સમાજનાં ગજાવર નેતાનાં અપમૃત્યુથી લોકોમાં ભારે રોષ
સુરત: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગરહવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈના મરીન ડ્રાઈવની એક હોટેલમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મોહન ડેલકરના મોત માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ત્યારે સુરતમાં આદિવાસી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આ ઘટનામાં CBI તપાસની માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો:દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મુંબઈની હોટલમાંથી મળ્યો મૃતદેહ, દાદરા નગર હવેલીમાં શોકનું મોજું