ગુજરાત

gujarat

ETV Bharat / city

લગ્નની સિઝન અગાઉ સોનાની કિંમતમાં ઘટાડો થતા લોકો ઘરેણા ખરીદવા નિકળ્યા - સોનાની કિંમતમાં ઘટાડો થતા ખરીદી વધી

લગભગ 9 મહિનાથી સોનાના ભાવમાં ભારે વધારો થઈ રહ્યો હતો. પરંતુ હાલમાં સોનાનો ભાવ ઓછો થતા લોકો લગ્નસરાની સિઝનમાં સોનું ખરીદી રહ્યા છે. જ્વેલર્સોનું માનવુ છે કે, આવનારા 6 મહિના બાદ સોનાનાં ભાવોમાં ધરખમ વધારો પણ જોવા મળી શકે છે. સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 60 હજાર સુધી પહોંચે તો પણ નવાઈ નહીં.

લગ્નની સિઝન અગાઉ સોનાની કિંમતમાં ઘટાડો થતા લોકો ઘરેણા ખરીદવા નિકળ્યા
લગ્નની સિઝન અગાઉ સોનાની કિંમતમાં ઘટાડો થતા લોકો ઘરેણા ખરીદવા નિકળ્યા

By

Published : Mar 15, 2021, 8:09 PM IST

  • સોનાની કિંમતમાં ઘટાડો થતા લોકો ખરીદી કરવા પહોંચ્યા
  • લગ્નસરાની સિઝનને લઈને ઘરેણા લેવા લોકોની ભીડ
  • આગામી દિવસોમાં સોનાનો ભાવ ફરીથી વધે તેવી શક્યતા

સુરત: છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ હોવાથી તેમજ સોનાનાં ભાવોમાં વધારાના કારણે સોના-ચાંદીના દાગીનાની ખરીદીમાં ઘટાડો નોંધાયો હતો. 55 હજાર સુધી પહોંચેલો સોનાનો ભાવ હાલ પ્રતિ 10 ગ્રામ 46 હજાર સુધી પહોંચ્યો છે. જેથી આવનારા દિવસોમાં શરુ થનારી લગ્નસરાની સિઝનને લઈને લગ્ન માટેના ઘરેણા સહિત સોનામાં રોકાણ કરવા માટે પણ લોકો જ્વેલર્સોના ત્યાં સોનાની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે.

લગ્નની સિઝન અગાઉ સોનાની કિંમતમાં ઘટાડો થતા લોકો ઘરેણા ખરીદવા નિકળ્યા
સોનાનો ભાવ 60 હજારથી પણ વધુ સુધી પહોંચી શકેકોરોના કાળની શરૂઆતથી જ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેને લઇને સુરતના જ્વેલર્સ દીપકભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા કસ્ટમ ડ્યુટીમાં જે રીતે 2.5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં સોનાનો ભાવ 60 હજારથી પણ વધુ સુધી પહોંચી શકે છે.

ABOUT THE AUTHOR

...view details