- રોજિંદા 20,000 લોકો કરાવે છે બુકિંગ
- 18,500 જેટલા જ લોકો વેકસીન લેવા આવે છે
- વેક્સીનેશન સ્લોટ મેળવવા માટે લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે
સુરતઃ સુરતમાં કોરોનાનું ત્રીજો વેવ વધુ ભયાનક હશે તેવી ભીતિ જોવા મળી રહી છે. કોરોનાના ત્રીજા વેવની આ સ્થિતિમાં વેક્સીનેશનની કામગીરી વધુ અસરકાર થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરતમાં રોજ 20 લોકો વેક્સીનેશન માટે સ્લોટ બુક કરતા હોય છે તે પૈકી 1000થી 1500 લોકો સ્લોટ બુક કરવી રસી લેવા આવતા નથી. બીજી બાજુ વેક્સીનેશન સ્લોટ મેળવવા માટે લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. લોકો કલાકો વેક્સીનેશન એપોઇન્ટમેન્ટ માટે મહેનત કરે છે, પરંતુ હાઉસફુલ થઈ જતા વેક્સીનેશન સ્લોટ બુક થઈ શકતા નથી.
આ પણ વાંચોઃ રાજ્ય સરકારની જાહેરાત : માછીમારો અને સાગરખેડૂતોને વાવાઝોડામાં નુકશાન બાદ 105 કરોડનું પેકેજ