- સુરતની સાયબર સેલે મહારાષ્ટ્રથી બન્ને લોકોની ધરપકડ કરી
- બેન્કના કુલ 11 બેન્ક એકાઉન્ટ ગુનામાં ઉપયોગ કર્યા
- વર્ષ 2009થી આ પ્રકારના ગુના આચરતો
સુરત :અજય ભીખુભાઈ રાઠોડ મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 2020ના નવેમ્બર મહિનામાં તેઓએ પેપરમાં એક જાહેરાત જોઈ હતી. જેમાં કોમલ બ્યુટીપાર્લરના નામે જાહેરાત આપવામાં આવી હતી. આ જાહેરાતમાં યુવતીઓ સાથે મિત્રતા કરાવવા, ચેટિંગ કરવા તથા રૂબરૂ મુલાકાત કરવાથી રોજના 20 હજારથી 30 હજાર રૂપિયા મળશે.
NRI છોકરીઓને ખુશ રાખવાથી 24થી 30 હજાર રૂપિયા મળશે
અજયે જાહેરાતમાં આપેલા નબર પર સંર્પક કર્યો હતો. અજયે સંપર્ક કરતા NRI છોકરીઓને ખુશ રાખવાથી 24થી 30 હજાર રૂપિયા મળશે તેવી લોભામણી વાતો કરવામાં આવી હતી. ત્યારબાદ ગેટ પાસ, ગેસ્ટ હાઉસ બુકિંગ ચાર્જના નામે તેઓની પાસેથી કુલ 70 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે અજયે સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : અરવલ્લીમાં નોકરીની લાલચ આપી નાણાં ખંખેરતી ઠગ ટોળકી ઝડપાઇ
બેન્કોના કુલ 11 બેન્ક એકાઉન્ટ ગુનામાં ઉપયોગ કરાયા
આ ઘટનામાં તપાસ કરી રહેલી સાયબર ક્રાઈમ સેલે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના એમ.બી.સ્ટેટ પાસેથી ઇન્ટેરીયર કોન્ટ્રક્ટર રામ આશિષ સીયારામ પાસવાન અને સુષ્મા રમેશ ચલુંવૈયા શેટ્ટીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી રામ આશિષ પાસવાન દ્વારા અલગ-અલગ બેન્કોના કુલ 11 બેન્ક એકાઉન્ટ ગુનામાં ઉપયોગ કર્યા હોવાનું બહાર આવ્યું હતું.