ગુજરાત

gujarat

ETV Bharat / city

આશ્રમ શાળાના કર્મચારીઓની રેલી, પડતર પ્રશ્નોનોને લઇને SDMને આવેદનપત્ર આપ્યું - Rally in Bordoli

સુરત જિલ્લા આશ્રમ શાળા કર્મચારી સંઘ દ્વારા ગુરૂવારના રોજ (Ashram school employee protest) તેમની પડતર માંગણીઓને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો પડતર માંગણીનો જલ્દી ઉકેલ લાવવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. (Ashram school teachers rally in Bardoli)

આશ્રમ શાળાના કર્મચારીઓની રેલી, પડતર પ્રશ્નોના લઇને SDMને આવેદનપત્ર આપ્યું
આશ્રમ શાળાના કર્મચારીઓની રેલી, પડતર પ્રશ્નોના લઇને SDMને આવેદનપત્ર આપ્યું

By

Published : Sep 22, 2022, 4:11 PM IST

સુરતસમગ્ર રાજ્યમાં વિવિધ કર્મચારી સંઘ પોતાની માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે જિલ્લા પંચાયત અને ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો, તલાટી, આરોગ્ય કર્મચારીઓ બાદ હવે આશ્રમ શાળાના શિક્ષકો પણ પોતાની માંગણીઓ માટે મેદાનમાં આવ્યા છે. ગુરૂવારના રોજ ગુજરાત રાજ્ય આશ્રમ શાળા કર્મચારી સંઘના ઉપક્રમે સુરત જિલ્લા આશ્રમ શાળા કર્મચારી સંઘના બારડોલી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લાની આશ્રમ શાળાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉમટી પડ્યા હતા. કર્મચારીઓએ આંબેડકર સર્કલથી તાલુકા સેવા સદન સુધી રેલી યોજી બારડોલી SDMને આવેદનપત્ર આપ્યું હતું. (Ashram school teachers rally in Bardoli)

સુરત જિલ્લા આશ્રમ શાળા કર્મચારી સંઘ દ્વારા વિશાળ રેલીનું આયોજન

18 જેટલી માંગણીઓને લઈ રજૂઆતછેલ્લા કેટલાકસમયથી 18 જેટલી પડતર માંગણીઓને લઈ સરકારમાં રજૂઆત કરતા આવ્યા છે, પરંતુ હજી સુધી તેનો કોઈ નિવેડો આવ્યો નથી. જેને લઇને કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જૂની પેન્શન યોજના (Old Pension Scheme) લાગુ કરવી, 4200 રૂપિયાનો ગ્રેડ પેનો અમલ, સળંગ નોકરીનો લાભ આપો, સાતમા પગાર પંચનુ એરિયસ, ગૃહપતિ અને ગૃહ માતાઓની જોગવાઈ જેવી વિવિધ માંગણીઓને લઈ રજૂઆત કરવામાં આવી હતી. (demand Ashram school teachers)

પડતર માંગણીનો જલ્દી ઉકેલ લાવો
રેલી

માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકીસુરત જિલ્લા આશ્રમ શાળા કર્મચારી સંઘના પ્રમુખ કિર્તીસિંહ પરમારે જણાવ્યું હતું કે, આશ્રમ શાળાના કર્મચારીઓ 24 કલાક કામના સ્થળ પર રહી સેવા બજાવે છે. તેમ છતાં અમારી માંગણી ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જો અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસમાં ધરણાનો કાર્યક્રમ ઉપરાંત કાળી પટ્ટી બાંધી તેમજ માસ CL સહિતના કાર્યક્રમો આપવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખીનય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે એક બાદ એક વિભાગના સરકાર પાસે આશા લઈને આવી રહ્યા છે. Ashram school employee protest in Surat, Rally in Bordoli

પડતર માંગણીનો જલ્દી ઉકેલ લાવો

ABOUT THE AUTHOR

...view details