ગુજરાત

gujarat

ETV Bharat / city

ETV Bharatના પ્રશ્ન પર CM રૂપાણીએ કહ્યું-ખેડૂત આંદોલન હાઇજેક, કોંગ્રેસ પ્રેરિત આંદોલનમાં લેફ્ટ પાર્ટી જોડાઈ છે - ખેડૂત આંદોલન

આજે શનિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરતની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે કરોડો રૂપિયાના પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં ETV Bharatના પ્રશ્નને લઇને તેમણે જણાવ્યું કે, સમગ્ર આંદોલન હાઇજેક થઈ ગયું છે. ખેડૂત આંદોલનમાં વામપંથી સામેલ થયા છે અને આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે.

ETV BHARAT
ETV Bharatના પ્રશ્ન પર CM રૂપાણીએ કહ્યું-ખેડૂત આંદોલન હાઇજેક

By

Published : Dec 12, 2020, 3:22 PM IST

Updated : Dec 12, 2020, 4:50 PM IST

  • મુખ્યપ્રધાન રૂપાણી સુરતની મુલાકાતે
  • સુરતમાં કર્યું કોરોડા રૂપિયાના પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ
  • પત્રાકર પરિષદમાં કોંગ્રેસને લીધી આડે હાથ

સુરત: આજે શનિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરતની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે કરોડો રૂપિયાના પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં ETV Bharatના પ્રશ્નને લઇને તેમણે જણાવ્યું કે, સમગ્ર આંદોલન હાઇજેક થઈ ગયું છે. ખેડૂત આંદોલનમાં વામપંથી સામેલ થયા છે અને આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે.

CM રૂપાણીનું નિવેદન ખેડૂત આંદોલનમાં લેફ્ટ પાર્ટી જોડાઈ

ખેડૂતો દેશના કોઇપણ ખૂણામાં ઉત્પાદનનું વેચાણ કરી શકશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તે ખેડૂતોનું આંદોલન રહ્યું નથી. આ આંદોલન પોલિટિકલ હેજીટેશન બની ગયું છે. અન્ય વિરોધી દળ ખાસ કરીને લેફ્ટ પાર્ટીના લોકોએ આંદોલન હાઇજેક કર્યુ છે. કારણ કે, ભારત સરકાર દ્વારા જે 3 કાયદાઓ ખેડૂતો માટે બનાવવામાં આવ્યા છે, તેનાથી ખેડૂતોને લાભ થશે. ખેડૂતો હવે દેશના કોઇપણ ખૂણામાં પોતાના ઉત્પાદનનું વેચાણ કરી શકશે.

આ ત્રણેય કાયદાથી ખેડૂતો ખુશ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ ભારત બંધમાં કોઇપણ ખેડૂત જોડાયા નથી. જેથી કોંગ્રેસ એક્સપોઝ થઈ ગઈ છે. આ આંદોલન માત્ર પોલિટિકલ એજેન્ડા હેઠળ ચાલી રહ્યું છે. આ ત્રણેય કાયદાથી ખેડૂતો ખૂબ ખુશ છે.

Last Updated : Dec 12, 2020, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details