- સુરતમાં નકલી સેનેટાઈઝ વેચનાર 2 વ્યક્તિની ધરપકડ
- પોલીસે 7 લાખ ઉપરનો મુદ્દામાલ જપ્ત કર્યો
- એક સેનેટાઈઝરની કિંમત 130 રૂપિયા
સુરત: કોરોના મહામારી વચ્ચે ઠગબજો રૂપિયા કમાવા માટે ખોટા કામ કરી રહિયા છે સુરતમાં નકલી રેમડીસીવીર ઇન્જેક્શન બનાવવાનું કોભાંડ બાદ આવે શહેરમાં નકલી સેનીટાઇઝર બનાવવાનું કારખાનું ઝડપાયું છે.
7 લાખ ઉપરનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરત શહેરના અમરોલી મોટા વરાછા ખાતે આવેલ રંગવાળી ફાર્મ હાઉસમાં નકલી સેનેટાઈઝર આરોપી જીગરભાઈ જયવંતભાઈ ભાલાળા અને નરેશભાઈ છગનભાઈ ડાભી ભેગા મળી મીથાઇલ પ્રવાહીનું મિશ્રણ કરીને ખોટી પદ્ધતિથી સેનેટાઈઝરનું મિશ્રણ બનાવીને સેનીટાઇઝરનું વેચાણ કરતા હતા પોલીસને બાતમી મળતા છાપો મારી બંને આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસને ગોડાઉનમાંથી નકલી સેનીટાઇઝર બનાવવાના સામાન સહિત કુલ રુપિયા 7,93,740નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.