ગુજરાત

gujarat

ETV Bharat / city

Patidar Anamat Andolan: વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદારો પર થયેલ કેસ સરકાર પરત ખેંચી લેવાના મૂડમાં - પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચવા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એક વખત પાટીદાર આંદોલન (Patidar Anamat Andolan) સમયે પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચવા (withdraw case against Patidars)ની જાહેરાત કરાઈ શકે છે, પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, આ અંગે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પણ મળી આવ્યા છે.

Patidar Anamat Andolan: વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદારો પર થયેલ કેસ સરકાર પરત ખેંચી લેવાના મૂડમાં
Patidar Anamat Andolan: વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદારો પર થયેલ કેસ સરકાર પરત ખેંચી લેવાના મૂડમાં

By

Published : Dec 24, 2021, 9:56 PM IST

સુરત:ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એક વખત પાટીદાર આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચવા (withdraw case against Patidars)ની જાહેરાત કરાઈ શકે છે, પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, આ અંગે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra patel meeting paridar)ને પણ મળી આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં પાટીદારો પર થયેલ નાના-મોટા કેસો સહિત રાજદ્રોહના કેસ પણ સરકાર પરત ખેંચવા માટે ઝડપી નિર્ણય લઈ શકે છે.

Patidar Anamat Andolan: વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદારો પર થયેલ કેસ સરકાર પરત ખેંચી લેવાના મૂડમાં

5 બાબતો મુખ્યપ્રધાન સાથે ડિસ્કસ કરી

પાસ કન્વિનર અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે, હાલનો ગુજરાત સરકારને જે સત્તામાં પાર્ટીનો વ્યુ પ્રમાણે સંપૂર્ણ સમર્થન આપી રહી છે. અમે તમામ યાદી અને અન્ય જે 5 બાબતો મુખ્યપ્રધાન સાથે ડિસ્કસ કરી છે તેમના વલણ પરથી સ્પષ્ટ જણાય આવે છે અને સંપૂર્ણ ખાતરી પણ આપી છે કે, રાજદ્રોહ સહિતના તમામ કેસો અને નાના-મોટા કેસો બાબતે સરકાર સકારાત્મક છે અને આવનારા દિવસોમાં કેસો પરત પરત ખેંચવા ઝડપથી નિર્ણય લેશે.

વર્તમાન સરકારને ઘણા બધા નુકશાન પણ થયા

કથીરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ચૂંટણી પહેલા આંદોલન (Patidar Anamat Andolan)ને જે કોઈ રાજ્યમાં જે પ્રકારના પ્રદેશમાં જે પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, એ પ્રવૃતિઓનો ઘટાડો થાય અથવા પ્રવૃત્તિ બંધ થાય જેનાથી સરકારને લોકશાહીની જે 5 વર્ષની ચૂંટણી આવતી હોય છે તેમાં ઓછું નુકસાન થાય તે માટે દરેક પક્ષ પોતાની રીતે તૈયારી કરતી હોય છે. સ્વાભાવિક રીતે પાટીદાર સમાજની લાગણીઓથી વર્તમાન સરકારને ઘણા બધા નુકશાન પણ થયા છે, તો હવેની ચૂંટણી (Gujarat Assembly Election 2022)માં નુકસાન ન થાય તે માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જ માનતા હોય તો તે રીતે અથવા તો આંદોલનકારીઓની માંગણીને માનતા હોય તો એ રીતે, અમારી માંગણી ખૂબ જ સ્પષ્ટ છે કેસો પરત ખેંચાવા જોઈએ અને શહીદ પરિવારને નોકરી મેળવી જોઈએ.

એક આશા અને અપેક્ષા

અલ્પેશએ કહ્યું હતું કે, આંદોલનના લગભગ 6 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો, અગાઉ બંને સીએમ સમક્ષ માંગણી હતી પણ જે તે વખતે જાહેરાત કરી હતી. ફરી નવા પ્રધાન મંડળ સાથે નવા સીએમ એમને પણ જાહેરાત કરી છે. તો એક આશા અને અપેક્ષા હોતી હોય છે અને અમે ઝડપીથી આશા રાખીએ છીએ કે ટૂંક સમયની અંદર જાહેરાત થાય અને ખૂબ ઓછા સમયની અંદર નિકાલ થાય જો નિકાલ નથી આવતો હતો અને જો સહિત પરિવારને નોકરી માટે આનાકાની થાય તો અને નકારાત્મક પરિણામ આવે છે તો આગામી દિવસોમાં અમે ફરીથી મળી કોઈ નિર્ણય લઇશું..

આ પણ વાંચો:પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસ મામલે હાર્દિક પટેલ કઠોર કોર્ટમાં હાજર

નરેશ પટેલ રાજકારણમાં આવે તેવી યુવાનો અને લોકોમાં આશા

સાથે તેણે જણાવ્યું હતું કે, નરેશ ભાઈ સમાજના અગ્રણી છે. ખોડલધામ સંસ્થા સાથે જોડાયેલા છે. પાટીદાર સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે અને હાલમાં તેમના નિવેદન પછી ચર્ચા જાગી છે. યુવાનોમાં, લોકોમાં દરેક લોકોને આશા છે અને લોકો એવું માની રહ્યા છે.

આ પણ વાંચો:પાટીદાર સમાજના અગ્રણીઓએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી

ABOUT THE AUTHOR

...view details