ગુજરાત

gujarat

ETV Bharat / city

પાસ નેતા ધાર્મિકને કોંગ્રેસની ટિકિટ, ઉમેદવારી ફોર્મ ભરવા કરી બળદ-ગાડામાં એન્ટ્રી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર ધાર્મિક માલવયા પણ ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તેમને કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 3માં ટિકિટ આપવામાં આવી છે. પોતાના પેનલના ઉમેદવારો સાથે આજે શનિવારે ધાર્મિક બળદ-ગાડામાં બેસી પાટીદાર અનામત આંદોલનનો ગઢ ગણાતા મિનિ બજાર ખાતે પહોંચ્યા હતા. જ્યાં સરદાર વલ્લભભાઈની પ્રતિમાને ફૂલહાર કરી ઉમેદવારી પત્રક ભરવાના નીકળ્યા હતા. આ સમયે પાટીદાર અનામત સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયા પણ તેમને સમર્થન આપવા હાજર રહ્યા હતા.

ETV BHARAT
ઉમેદવારી ફોર્મ ભરવા કરી બડદ-ગાડામાં એન્ટ્રી

By

Published : Feb 6, 2021, 3:14 PM IST

Updated : Feb 6, 2021, 3:48 PM IST

  • મહાનગરપાલિકાની ચૂંટણીનું ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ
  • કોંગ્રેસે પાસ નેતા ધાર્મિકને આપી ટિકિટ
  • ધાર્મિક ફોર્મ ભરવા બળદ-ગાડું લઇને આવ્યા
    પાસ નેતા ધાર્મિકને કોંગ્રેસની ટિકિ

સુરતઃ પાટીદાર અનામત આંદોલનના યુવા નેતા ધાર્મિક માલવીયાને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ધાર્મિકને પાટીદાર ગઢ ગણતા વરાછામાંથી ટિકિટ આપવામાં આવી છે. જેથી ધાર્મિક બળદ-ગાડામાં બેસીને ફોર્મ ભરવા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભાજપને ટક્કર આપવા માટે આ વખતે કોંગ્રેસે પાટીદાર યુવા નેતાને મેદાને ઉતાર્યા છે. આ નેતા પાટીદાર આંદોલનમાં મુખ્ય ભૂમિકામાં હતા.

સત્તામાં આવું ખૂબ જ જરૂરી

કોંગ્રેસ સાથે જોડાવા અંગે ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું કે, સત્તા દ્વારા આંદોલનમાં યુવાઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે. તેને જવાબ આપવા માટે સત્તામાં આવું ખૂબ જ જરૂરી છે. જેથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું અને કોંગ્રેસે હંમેશા આંદોલનને સમર્થન આપ્યું છે. આના કારણે જ કોંગ્રેસ પાટીદાર યુવાઓની વેદના સમજે છે.

સરદાર વલ્લભભાઈની પ્રતિમાને ફૂલહાર

પાટીદાર યુવાઓ ઉપર કેસ કરી અત્યાર સુધી મુક્ત કરવામાં આવ્યા નથી

આ અંગે અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે હંમેશાથી જ આંદોલનને સમર્થન કરી તેમના અધિકારની વાત કરી છે, જ્યારે સત્તામાં બેસેલા ભાજપના લોકો દ્વારા પાટીદાર યુવાઓ ઉપર કેસ કરી અત્યાર સુધી મુક્ત કરવામાં આવ્યા નથી.

Last Updated : Feb 6, 2021, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details