ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત કોંગ્રેસમાં ભડકો: ધાર્મિકે ફોર્મ ભર્યું નહીં, પાસ નેતા અલ્પેશ કથીરિયાની ચીમકી કોંગ્રેસ નેતા સુરતમાં પ્રચાર કરી શકશે નહીં - સુરત મહાનગરપાલિકા

સુરતમાં આજે શનિવારે સવારે બળદ-ગાડામાં પાસ નેતા ધાર્મિક માલવિયા કોંગ્રેસથી ઉમેદવારીપત્રક ભરવા જઈ રહ્યા હતા, પરંતુ અચાનક 2:00 કલાકે તેમણે નિર્ણય લીધો કે, તે ઉમેદવારીપત્રક ભરશે નહીં. આ અંગે પાસ નેતાઓએ જણાવ્યું હતું કે, વિજય પાનસુરીયા સહિત અન્ય સ્થાનિક કોર્પોરેટરોને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી નથી. જેના નારાજગીના કારણે તે ઉમેદવારીપત્રક ભરશે નહીં. આ સાથે જ ધાર્મિકે જણાવ્યું હતું કે, તેમના સમર્થનમાં દસથી બાર જેટલા કોંગ્રેસના ઉમેદવારો છે, જે ઉમેદવારીપત્રક પાછળ ખેંચશે. આ સાથે જ અલ્પેશ કથીરિયાએ ચીમકી આપી છે કે, હાર્દિક પટેલ સિવાય કોંગ્રેસના અન્ય નેતાઓ સુરતમાં પ્રચાર કરી શકશે નહીં.

ETV BHARAT
પાસ નેતા અલ્પેશ કથીરિયાની ચીમકી કોંગ્રેસ નેતા સુરતમાં પ્રચાર કરી શકશે નહીં

By

Published : Feb 6, 2021, 4:25 PM IST

  • આજે મહાનગરપાલિકામાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
  • સુરત કોંગ્રેસમાં થયો ભડકો
  • ધાર્મિકે ફોર્મ ભર્યું નહીં

સુરતઃ શહેર કોંગ્રેસમાં અચાનક ભડકો જોવા મળી રહ્યો છે. પાસ નેતાઓ વહેલી સવાર સુધી જે કોંગ્રેસના વખાણ કરી રહ્યા હતા, તે અચાનક બપોરે કોંગ્રેસના કેટલાક નેતાઓ વિરુદ્ધ બોલતા થયા હતા. સુરતમાં વિજય પાનસુરીયા સહિત અન્ય કાર્યકર્તાઓને કોંગ્રેસે ટિકિટ નહીં આપતા પાસ રહેતા અને કોંગ્રેસના ઉમેદવાર ધાર્મિક માલવિયાએ બપોરે ફોર્મ નહીં ભરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના કારણે કોંગ્રેસમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે, ધાર્મિકે જણાવ્યું છે કે, તેમના સમર્થનમાં કોંગ્રેસના અન્ય ઉમેદવાર છે કે જેઓ ઉમેદવારીપત્રક પાછું ખેંચશે.

પાસ નેતા અલ્પેશ કથીરિયાની ચીમકી કોંગ્રેસ નેતા સુરતમાં પ્રચાર કરી શકશે નહીં

કોંગ્રેસ દ્વારા ગદ્દારી કરવામાં આવી

ધાર્મિકે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા ગદ્દારી કરવામાં આવી છે. આ અગાઉ જે લોકોને ટિકિટ આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો, તેમને કોંગ્રેસે ટિકિટ આપી નથી અને અંધારામાં મૂક્યા છે. આ જ કારણ છે કે, તે પોતે પણ ઉમેદવારીપત્રક ભરી રહ્યા નથી.

પ્રચાર કરવાની તક મળશે નહીં

બીજી બાજુ પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કોંગ્રેસ દ્વારા લેવાયેલો નિર્ણય ખોટો હોવાના કારણે ધાર્મિક માલવિયા ઉમેદવારીપત્રક ભરી રહ્યા નથી. આવનારા દિવસોમાં પ્રચાર માટે કોંગ્રેસના નેતાઓ સુરત આવશે, તો તેમને પ્રચાર કરવાની તક મળશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ ઉપરાંત કોંગ્રેસના કોઈપણ નેતા સુરતમાં પ્રચાર કરી શકશે નહીં. આ સાથે જ તેમણે હાર્દિકને પણ પ્રચાર નહીં કરવા અંગે વિનંતી કરી છે.

શહેર પ્રમુખ ઇચ્છતા નથી કે સુરતમાં કોંગ્રેસ જીતે

વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર અશોક સાતપડાએ પણ પોતાનું ઉમેદવારી ફોર્મ પાછળ ખેંચવાનો નિર્ણય કર્યો છે. ધાર્મિક માલવિયાના સમર્થનમાં તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, સુરત શહેર પ્રમુખ ઇચ્છતા નથી કે સુરતમાં કોંગ્રેસ જીતે. જેથી તેમણે ઉમેદવારી આપવામાં ભૂલ કરી છે. આ જ કારણે તે પણ ઉમેદવારીપત્રક પાછળ ખેંચી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details