ગુજરાત

gujarat

ETV Bharat / city

સોસિયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડની RCB સાથે ભાગીદારી, T-20 સીઝનમાં ખેલાડીઓને કરશે રિફ્રેશ - IPL 2021 news

આપણા દેશની સૌથી જૂની ફૂડ અને બેવરેજ કંપનીઓ પૈકીની એક સોસિયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડે તેની ફ્લેગશીપ બ્રાન્ડ સોસિયોનું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે તેના સત્તાવાર રિફ્રેશમેન્ટ પાર્ટનર તરીકે જોડાવાની જાહેરાત કરી છે.

સોસિયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડની RCB સાથે ભાગીદારી
સોસિયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડની RCB સાથે ભાગીદારી

By

Published : Apr 27, 2021, 1:23 PM IST

  • સોસિયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડની RCB સાથે ભાગીદારી
  • ટીમને પડકારનો સામનો કરવામાં સપોર્ટ કરવાનો ઉદ્દેશ્ય
  • T-20 સીઝનમાં ખેલાડીઓને રિફ્રેશ કરતાં જોવા મળશે

સુરતઃ આપણા દેશની સૌથી જૂની ફૂડ અને બેવરેજ કંપનીઓ પૈકીની એક સોસિયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડે તેની ફ્લેગશીપ બ્રાન્ડ સોસિયોનું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે તેના સત્તાવાર રિફ્રેશમેન્ટ પાર્ટનર તરીકે જોડાવાની જાહેરાત કરી છે.

સોસિયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો 100 વર્ષનો સમૃદ્ધ વારસો

આઝાદી પૂર્વે સ્થાપિત બ્રાન્ડ સોસિયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ કંપની લગભગ 100 વર્ષનો સમૃદ્ધ વારસો ધરાવે છે. આ કંપનીની રચના સામાજિકરણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. વિશિષ્ટ ટેસ્ટ સાથે બ્રાન્ડે પોતાના ગ્રાહકોના હ્રદયમાં વિશેષ સ્થાન મેળવ્યુ છે. એક નમ્ર શરૂઆત સાથે આજે સોસિયો એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બની ગઈ છે સોસિયોની બ્રાન્ડ વિશ્વના 15 દેશોમાં ઉપસ્થિતિ ધરાવે છે.

આ પણ વાંચોઃ IPL-2021: સંજય બાંગર RCBના નવા બેટિંગ કોચ બન્યાં

ટીમને પડકારનો સામનો કરવામાં સપોર્ટ કરવાનો ઉદ્દેશ્ય

ઉલ્લેખનીય છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે જાણીતી ટીમ બની છે. આ સહયોગનો હેતુ ટીમને પડકારનો સામનો કરવામાં સપોર્ટ કરવાનો તથા જીવનના દરેક તબક્કે મક્કમપણે રમવા માટે બળ આપવાનો છે. આ કંપની #DrinkBold #DrinkSosyo સાથે ટીમના આદર્શોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

T-20 સીઝનમાં ખેલાડીઓને રિફ્રેશ કરતાં જોવા મળશે

સોસિયો-હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર્સ અબ્બાસ મોહસીન હજૂરી અને અલીઅસગર અબ્બાસ હજૂરીએ જણાવ્યું હતું કે, ભારતના સૌથી મોટા તહેવાર પૈકીના એક T- 20 ટુર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું સ્વાગત કરતાં અમે અત્યંત ખુશી અનુભવીએ છીએ. અમારી સૌથી જૂની અને લોકપ્રિય બ્રાન્ડ સોસિયો સમગ્ર T-20 સીઝનમાં ડગઆઉટ્સમાં અમારા ખેલાડીઓને રિફ્રેશ કરતાં જોવા મળશે. આગામી સીઝન માટે ટીમને અમારી શુભેચ્છા અને અમે તેમના ઉત્તમ પ્રદર્શન જોવા માટે ઉત્સાહિત છીએ.

આ પણ વાંચોઃ ભારત-યુએસ 'ક્લાયમેટ એન્ડ ક્લીન એનર્જી એજન્ડા 2030 ભાગીદારી શરૂ કરી

સોસિયોની બેવરેજ ઓફરિંગ ટીમને હાઇડ્રેટેડ રહેવામાં મદદરૂપ બનશે

આ ભાગીદારી અંગે વાત કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ રાજેશ વી મેનને જણાવ્યું હતું કે, અમે અમારા સત્તાવાર બેવરેજ પાર્ટનર તરીકે સોસિયો હજૂરી સાથે ભાગીદારી કરતાં ખુશ છીએ. આ T-20 સીઝન ભરઉનાળામાં યોજાઇ રહી છે ત્યારે સોસિયોની બેવરેજ ઓફરિંગની વિશાળ શ્રેણી ટીમને હાઇડ્રેટેડ રહેવામાં મદદરૂપ બનશે.

ABOUT THE AUTHOR

...view details