ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં બાળકોને ફરવા લઈ જતા વાલીઓ સાવધાન, સુરતમાં MIS-Cએ ફરી લીધો ઉપાડો, એક મહિનામાં 2 બાળકના મોત - કોરોનાની ત્રીજી લહેર

સુરત શહેરમાં એક તરફ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. તો બીજી તરફ એક જ મહિનામાં પોસ્ટ કોરોના પછી થનારી MIS-C (મલ્ટિસિસ્ટમ ઈન્ફ્લામેટરી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રન) બીમારીથી 2 બાળકોના મોત થયા છે. સુરતમાં અનેક બાળકોમાં કોરોના પછી MIS-C બીમારી જોવા મળી હતી. અત્યાર સુધી સુરતમાં આ બીમારીના 129 કેસ હતા, જે વધીને 350 થયા છે. જોકે, ડોક્ટર્સ માટે આ એક ચિંતાનો વિષય બન્યો છે.

સુરતમાં બાળકોને ફરવા લઈ જતા વાલીઓ સાવધાન, સુરતમાં MIS-Cએ ફરી લીધો ઉપાડો, એક મહિનામાં 2 બાળકના મોત
સુરતમાં બાળકોને ફરવા લઈ જતા વાલીઓ સાવધાન, સુરતમાં MIS-Cએ ફરી લીધો ઉપાડો, એક મહિનામાં 2 બાળકના મોત

By

Published : Jul 12, 2021, 2:22 PM IST

  • સુરતમાં ગયા વર્ષે 129 કેસ હતા અને આ વર્ષે તે કેસ વધીને 350 જેટલા કેસો સામે આવ્યા
  • પ્રથમ વાર જૂન માસમાં MIS-C બીમારીથી બે બાળકોના મોત થયા
  • તબીબોના મતે આ એક ચિંતાનો વિષય કહી શકાય છે
  • બાળકોને ઘરથી બહાર ફરવા લઈ જનાર વાલીઓ સાવચેત થઈ જાય
  • પોસ્ટ કોરોના બીમારી થી સુરતમાં પ્રથમ વાર બે બાળકોના મોત

સુરતઃ એક તરફ નિષ્ણાતોએ કોરોનાની ત્રીજી લહેરને (The third wave of the corona) બાળકો માટે ઘાતક ગણાવી છે તો બીજી તરફ શહેરમાં એક જ મહિનામાં પોસ્ટ કોરોના (Post Corona) બાદ થનાર MIS-C બીમારીથી 2 બાળકોના મોત થયા છે. સુરતમાં અનેક બાળકોમાં કોરોના બાદ MIS-C બીમારી જોવા મળી હતી. સુરતમાં ગયા વર્ષે આ બીમારીના 129 કેસ હતા, જે આ વર્ષે વધીને 350 જેટલા કેસો સામે આવ્યા છે. પરંતુ આ વર્ષે આ બીમારીથી બે બાળકોના મોત થયા હતા. તબીબોના મતે આ એક ચિંતાનો વિષય કહી શકાય છે. શહેરમાં કોરોનાની બીજી લહેર (The Second wave of the corona) દરમિયાન એક તબક્કે 2,000થી વધુ કેસો સામે આવતા હતા, પરંતુ હવે સુરતમાં કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે, પરંતુ ખાસ કરીને બાળકોમાં MIS-C નામની બીમારી જોવા મળી રહી છે. આ બીમારીના ગયા વર્ષે એટલે કે વર્ષ 2020માં 129 જેટલા કેસ હતા, પરંતુ સદનસીબે એક પણ મોત થયું ન હતું. પરંતુ આ વર્ષે આ બીમારીના કેસો વધીને 350 થયા છે અને આ વર્ષે બે બાળકોના મોત થયા છે.

પ્રથમ વાર જૂન માસમાં MIS-C બીમારીથી બે બાળકોના મોત થયા

આ પણ વાંચોઃMIS-Cનો પ્રથમ કેસ જન્મજાત બાળકમાં જોવા મળ્યો, 9 દિવસ પછી હોસ્પિટલમાંથી થયુ ડિસ્ચાર્જ

MIS-Cના લક્ષણો ઓળખવામાં મોડું થશે તો બાળકોના થશે મોત

સુરતમાં આ બીમારીથી સચિન વિસ્તાર (Sachin area)માં રહેતી 6 વર્ષની બાળકી અને 9 વર્ષના બાળકનું મોત થયું છે. લિવર ફેલર અને બ્લડપ્રેશર ઓછું થતા બાળકોનું મોત થયું છે. આ અંગે નાઈસ હોસ્પિટલના તબીબ આશિષ ગોટીએ જણાવ્યું હતું કે, આ બીમારીના કેસ આ વર્ષે વધ્યા છે. તેમણે બે બાળકોના મોત અંગે જણાવ્યું હતું કે, જો બાળકોમાં MIS-Cના લક્ષણો ઓળખવા ખૂબ જ જરૂરી છે. લક્ષણો દેખાય અને મોડું કરે તો તેનાથી બાળકોના મોત થવાની શક્યતા છે. ડો.આશિષ ગોટીએ વાલીઓને અપીલ કરી હતી કે, તેઓ MIS-C બીમારીના લક્ષણો ઓળખે અને જો બાળકમાં કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરે. આ બીમારી કોરોના થયા પછી એક બે મહિના પછી થઇ શકે છે. જેથી તકેદારીઓ રાખવી ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચોઃવડોદરાની સયાજી હોસ્પિટલમાં અઢી મહિનામાં 7 બાળ દર્દીઓમાં MIS-Cનું સંક્રમણ ફેલાયું, 2ના મોત

MIS-C બીમારીના લક્ષણો શું છે ?

તાવ આવવો, પેટમાં દુખવું, ઝાડા થવા, સાંધા દુખવા, શરીર દુખવું, હોઠ અને આંખ લાલ થવી, શરીર પર ચાઠા પડવા, અમુક બાળકોને કમળો પણ થાય છે.

જન્મથી લઈને 18 વર્ષ સુધીના બાળકોને આ બીમારી થઈ શકે

ડો. નયન પટેલે જાણાવ્યું હતું કે, MIS-C બીમારી કોરોનાથી સંક્રમિત થયેલા બાળકોને થવાની શક્યતા છે. જન્મથી લઈને 18 વર્ષ સુધીના બાળકોને આ બીમારી થઈ શકે છે. તેમણે જાણાવ્યું હતું કે, આ બીમારીથી ડરવાની જરૂર નથી. બસ તકેદારી રાખવાની જરૂર છે. અને જો બાળકોમાં કોઈ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંર્પક કરવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details