ગુજરાત

gujarat

ETV Bharat / city

કોંગ્રેસ અને હાર્દિક બન્ને તરફથી સંવાદ અને સંકલનમાં ખામીઓનું પરિણામ : PAAS - Big Loss to Gujarat Congress

હાર્દિક પટેલે (Haridk Patel Resignation) ગુજરાત કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપી દેતા કોંગ્રેસને (Big Loss to Gujarat Congress) વધુ એક ફટકો પડ્યો છે. વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા આ રાજીનામાની મોટી રાજકીય અસર થઈ શકે છે. હાર્દિક પટેલ ક્યા પક્ષમાં જશે એની ચોખવટ એ ટૂંક સમયમાં કરશે. પણ પાટીદાર અનામત આંદોલન (PAAS) સમિતીએ આ અંગે ચોખવટ કરી છે.

હાર્દિક પટેલ અને કોંગ્રેસ પક્ષ બન્ને તરફથી સંવાદ અને સંકલનમાં ખામીઓ સર્જાઈ છે જેના કારણે આ પરિણામ આવ્યું : PAAS
હાર્દિક પટેલ અને કોંગ્રેસ પક્ષ બન્ને તરફથી સંવાદ અને સંકલનમાં ખામીઓ સર્જાઈ છે જેના કારણે આ પરિણામ આવ્યું : PAAS

By

Published : May 18, 2022, 3:55 PM IST

સુરત: હાર્દિક પટેલે (Hardik Patel Resignation) ગુજરાત પ્રદેશ કોંગ્રેસના (Gujarat Congress) તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જેના કારણે ગુજરાતના રાજકારણમાં વિધાનસભાની (Gujarat Assembly Election 2022) ચૂંટણી પહેલા ચહલપહલ મચી ગઈ છે. આ મામલે સુરતમાંથી પાટીદાર અનામત આંદોલન સમિતીના આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી છે. કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ હાર્દિક પટેલ અંગે પ્રતિક્રિયા આપી છે. પાસે (PAAS Surat) જણાવ્યું છે કે હાર્દિક પટેલ અને કોંગ્રેસ પક્ષ બન્ને તરફથી સંવાદ અને સંકલનમાં ખામીઓ સર્જાઈ છે. જેના કારણે આ પરિણામ આવ્યું છે. જોકે, હાર્દિક પટેલે એક ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે.

આ પણ વાંચો:સુરત કમિશ્નરે દારૂની સપ્લાયને લઈને પોલીસ અધિકારીઓને જ લીધા અડફેટે

સંકલનનો અભાવ: પાસના કન્વીનર અને હાર્દિક પટેલના નજીકના ગણાતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે મીડિયાના માધ્યમથી જાણકારી મળી રહી છે. હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આ મામલે હું એટલું જ કહેવા માગું છું કે હાર્દિક પટેલ અને કોંગ્રેસ પક્ષ બન્ને તરફથી સંવાદ અને સંકલનમાં ખામીઓ રહી છે. જેના કારણે આ પરિણામ સામે આવ્યું છે. હાર્દિક પટેલ જણાવી શકે છે કે તેઓ કયા પક્ષમાં જોડાશે. તેઓ રાજીનામું આપશે તે બાબતે કોઈ ચર્ચા થઈ નહોતી પક્ષ સાથે નારાજગી છે. આ અંગે અમને જાણકારી હતી.

આ પણ વાંચો:હળવદમાં દિવાલ ધરાશાયી થતા 30 શ્રમિકો દંટાતા 12ના મોત, હજૂ મૃત્યુ આંક વધે તેવી આશંકા

રાજીનામું નવો વળાંક લાવી શકે:જ્યારે કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, પાછલા ઘણા સમયથી હાર્દિક પટેલની નારાજગી સામે આવી રહી હતી. કદાચ આવનારા દિવસોમાં ગુજરાતના રાજકારણમાં રાજીનામું નવો વળાંક લાવી શકે છે. પાસ વ્યક્તિગત રીતે હાર્દિક પટેલની સાથે છે. આવનારા દિવસોમાં જે રીતે તેઓ પક્ષમાં જોડાશે તે અંગે અમારી કમિટીમાં ચર્ચા થશે. કારણ કે પાટીદાર આંદોલનના પ્રશ્નોને લઇ કેટલીક બાબતો અત્યાર સુધી ઊભી છે. પાટીદાર સમાજના યુવાનો જે હાલ કોર્ટ કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે. કેસોનો સામનો કરી રહ્યા છે. જેથી ભારતીય જનતા પાર્ટી સામે અમારી નારાજગી યથાવત છે. ત્યારે હાર્દિક પટેલ કયા પક્ષમાં જોડાય છે ત્યારબાદ અમે આવનાર દિવસોમાં આવ અમારા સ્ટેન્ડ નક્કી કરીશું.

ABOUT THE AUTHOR

...view details