ગુજરાત

gujarat

ETV Bharat / city

સપ્લાય કરતી કંપનીએ 50 ટકા કાપ મૂક્તા મિશન હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઈ - કોરોની વાઇરસ

સુરતની મિશન હોસ્પિટલમાં રવિવાર બપોર સુધીનું ઓક્સિજન બચતા હોસ્પિટલે દર્દીઓને પહેલાથી આગાહ કર્યા હતા. આથી, હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાતા દર્દીઓના પરિજનો ઉપર ચિંતાના વાદળો ફરી વળ્યા હતા. આ બાબાતે હોસ્પિટલે હતું કે, ઓક્સિજન સપ્લાય કરતી કંપનીએ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય ઉપર 50 ટકાનો કાપ મૂક્યો છે.

સપ્લાય કરતી કંપનીએ 50 ટકા કાપ મૂક્તા મિશન હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઈ
સપ્લાય કરતી કંપનીએ 50 ટકા કાપ મૂક્તા મિશન હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઈ

By

Published : Apr 26, 2021, 2:41 PM IST

  • મિશન હોસ્પિટલે દર્દીઓના સગાને રવિવાર બપોર સુધીનું ઓક્સિજન હોવાનું કહ્યું
  • ઓક્સિજન સપ્લાય કરતી કંપનીએ હોસ્પિટલમાં સપ્લાય ઉપર 50 ટકાનો કાપ મૂક્યો
  • જિલ્લા કલેક્ટર ધવલ પટેલ અને પોલીસ કમિશ્નર અજય તોમર સુધી ફરિયાદ કરવામાં આવી

સુરત: શહેરના અઠવાલાઇન્સ સ્થિત મિશન હોસ્પિટલમાં શનિવારે મોડી સાંજે દાખલ દર્દીઓના સગા સંબંધીઓને અચાનક કહી દેવામાં આવતાં કે, આવતી કાલે રવિવાર બપોર સુધીનું ઓક્સિજન ઉપલબ્ધ છે. જેના પગલે અનેક સ્વજનોના જીવ તાળવે ચોંટી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. હોસ્પિટલ દ્વારા દર્દીઓના પરિજનોને કહેવામાં આવ્યું હતું કે, તેઓ દર્દી માટે ઓક્સિજનની વ્યવસ્થા કરી લે. આ ઉપરાંત, કહેવામાં આવ્યું હતું કે, ઓક્સિજન સપ્લાય કરતી કંપનીએ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય ઉપર 50 ટકાનો કાપ મૂક્યો છે. જેના કારણે, દર્દીઓના સ્વજનોને ઓક્સિજનની વ્યવસ્થા કરવા કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો:પ્રાણવાયુનો પ્રાણ પ્રશ્ન: દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં આખરે ઓક્સિજન પહોંચ્યું

હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય રવિવાર સાંજે સુધી ચાલે એવી સ્થિતિ

કોરોનાની મહામારીને કારણે રોજિંદા હજારોની સંખ્યામાં પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે. જેના પગલે, ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. આથી, ઇન્જેક્શન અને ઓક્સિજનની અછત સર્જાતા લોકો ઉપર ચિંતાના વાદળો ફરી વળ્યા છે. અઠવાલાઇન્સ સ્થિત મિશન હોસ્પિટલ સહિત અનેક ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય રવિવાર સાંજે સુધી ચાલે એવી સ્થિતિ બની હતી.

ઓક્સિજનની બોટલની વ્યવસ્થા કરવા દોડાદોડી

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓના સ્વજનો એમ કહી દેવામાં આવ્યું હતું કે, તેઓ દર્દી માટે ભોજનની વ્યવસ્થા કરી લે. આથી, ઘણા લોકો પોતાના દર્દીઓને બચાવવા માટે ખાનગીમાં ઓક્સિજન બોટલની વ્યવસ્થા કરવા દોડાદોડી કરી હતી. આ ઉપરાંત, અન્યોએ સ્મીમેર હોસ્પિટલમાં વેન્ટિલેટર કે બાયપેપ મેળવવા કોલ કર્યા હતા. કોરોના દર્દીઓની સારવાર સમયે એકાએક ઓક્સિજન નહીં હોવાથી અન્ય વ્યવસ્થા કરવાની સૂચના મળતાં જિલ્લા કલેક્ટર ધવલ પટેલ અને પોલીસ કમિશ્નર અજય તોમર સુધી ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો:સાઉદી અરેબિયાથી 80 મેટ્રિક ટન ઓક્સિજનનો પૂરવઠો મુન્દ્રા પોર્ટ પર ઉતરશે

ઇન્જેક્શન અને ઓક્સિજનની એકાએક અછત

મોડી રાતે મિશન સહિત અન્ય ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયની અછત સર્જાઇ રહી હોવાની ગંભીર બાબત બહાર આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. શહેરમાં કોરોના વાઇરસ કાળોકેર મચાવી રહ્યો છે. જેમાં, ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ ઉત્તમ સારવાર મેળવવાની આશાએ દાખલ થઈ રહ્યા છે. આથી, ઇન્જેક્શન અને ઓક્સિજનની એકાએક અછત સર્જાતા દર્દીઓને પરિવારજનોની હાલત કફોડી બની હતી.

સોમવાર સાંજ સુધીનો ઓક્સિજન બચ્યો

આ સમગ્ર મામલે, ETV Bharat સાથે મિશન હોસ્પિટલના મેનેજમેન્ટના સભ્ય અનિલે જણાવ્યું હતું કે, જે કંપની હોસ્પિટલોને ઓક્સિજન સપ્લાય કરતી હતી તેને ઓક્સિજનમાં 50 ટકાનો કાપ મૂકયો છે. અમારી પાસે સોમવાર સાંજ સુધીનો જ ઓક્સિજન છે. આથી, તકેદારીના ભાગરૂપે અમે દર્દીઓના સ્વજનોને જણાવ્યું હતું કે, તેઓ પોતાની રીતે ઑક્સિજનની વ્યવસ્થા કરી લે જેથી લોકોને કોઇપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે. વધુમાં કહ્યું કે, અમે પણ અમારી રીતે પ્રયાસ કરી રહ્યા છીએ.

ABOUT THE AUTHOR

...view details