- ભવિષ્યના Ph.Dના વિદ્યાર્થીઓને મદદ કરવા માટે આયોજન
- PH.D/ NET/ SLET પાસ કરેલા વિદ્યાર્થીઓ પણ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરી છે
- સંશોધનમાં ઉપયોગી થનારી પાયાની બાબતો તથા વિષય પસંદગીના વ્યાપ બાબતે માર્ગદર્શન અપાશે
સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 3થી 5 એપ્રિલ સુધી યંગ રિસચર્સ મીટ ફોર રિસર્જન્સ એન્ડ ઇનોવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અને યંગ રિસચર્સ મીટ ફોર રિસર્જન્સ એન્ડ ઇનોવેશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. ભવિષ્યના Ph.Dના વિદ્યાર્થીઓને મદદ કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે.
વર્કશોપ સંશોધકને પ્રપોઝલ કઈ રીતે તૈયાર કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવશે
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 3થી 5 એપ્રિલ સુધી યંગ રિસચર્સ મીટ ફોર રિસર્જન્સ એન્ડ ઇનોવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અને યંગ રિસચર્સ મીટ ફોર રિસર્જન્સ એન્ડ ઇનોવેશન સાથે મળીને આ આયોજન કર્યું છે. આ ફાઉન્ડેશન સાચા સંશોધનકારો, શિક્ષણવિદો અને નીતિ નિર્માતાઓની આકાંક્ષાઓથી અસ્તિત્વમાં આવેલી છે. “વસુંધૈવ કુટુંબકમ”ના ભારતીય મુલ્યને ધ્યાનમાં રાખીને ફાઉન્ડેશન આંતરરાષ્ટ્રીય સમુદાયને સેવા આપવા ઇચ્છે છે. આ વર્કશોપમાં સંશોધકને પ્રપોઝલ કઈ રીતે તૈયાર કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવશે.