ગુજરાત

gujarat

ETV Bharat / city

મૂળ પશ્ચિમ બંગાળના દર્દીના અંગદાનથી ગુજરાતના 5 વ્યક્તિઓને મળ્યું નવજીવન - Organ Donation In Surat

અંગદાન મહાદાનના (Organ Donation) સૂત્ર સાથે છેલ્લાં કેટલાક સમયથી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. જેના કારણે આ પ્રવૃત્તિમાં વેગ આવતો જોવા મળી રહ્યો છે.

મૂળ પશ્ચિમ બંગાળના દર્દીના અંગદાનથી ગુજરાતના 5 વ્યક્તિઓને મળ્યું નવજીવન
મૂળ પશ્ચિમ બંગાળના દર્દીના અંગદાનથી ગુજરાતના 5 વ્યક્તિઓને મળ્યું નવજીવન

By

Published : May 29, 2022, 1:36 PM IST

સુરત :દિગંબર જૈન સમાજના બ્રેઈનડેડ (Organ Donation Of Brain Dead) પવન મહાવીર જૈનના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન (Organ Donation) કરી 5 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

આ પણ વાંચો:Organ donation: અમદાવાદમાં 15 લોકોએ મૃત્યુ બાદ અંગદાન કર્યો નિર્ણય, પતિના અંગોના દાન કરવા માટે પત્નીનું સન્માન

પવન મહાવીર મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી હતા :સુરતમાં રહેતા 66 વર્ષીય પવન મહાવીર જૈન મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી હતા. પવન મહાવીર જૈન ગુરુવાર તા.26 મેં ના રોજ સવારે નાસ્તો કરી બેઠા હતા, ત્યારે બ્લડપ્રેસર વધી જવાથી અને ઉલટીઓ થતા તેઓ બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ વધુ સારવાર માટે તેમને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પવનનું સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું. પવનને બ્રેનડેડ જાહેર કર્યા હતો. કિરણ હોસ્પીટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી પવનના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી.

અંગદાનએ ઈશ્વરીય કાર્ય છે :ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ.મેહુલ પંચાલ સાથે રહી પવનભાઈના પુત્ર દીપક, જમાઈ વિકાસ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.પવનભાઈના પુત્ર દીપકે જણાવ્યું હતું કે, અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાનના સમાચારો વાંચતા હતા, ત્યારે અમે વિચારતા કે આ એક ઈશ્વરીય કાર્ય છે. આજે જયારે મારા પિતાજી બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે, ત્યારે શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન મળતું હોય તો અંગદાન કરાવવા માટે આપ આગળ વધો.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ : પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) નો સંપર્ક કરી કિડની અને લિવર દાન માટે જણાવ્યું હતું. SOTTO દ્વારા કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા હતા. બંને કિડનીઓનું દાન સુરતની કિરણ હોસ્પીટલના ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડો.પ્રમોદ પટેલ, ડો.મુકેશ આહીર અને તેમની ટીમે સ્વીકાર્યું હતું. લિવરનું દાન ડો. ધનેશ ધનાણી, ડો.મિતુલ શાહ, ડો.પ્રશાંથ રાવ અને તેમની ટીમે સ્વીકાર્યું જયારે ચક્ષુઓનું દાન કિરણ હોસ્પીટલના ડૉ.સંકીત શાહે સ્વીકાર્યું હતું.

આ પણ વાંચો:Organ donation: અમદાવાદમાં અંગદાનથી 6 વ્યક્તિઓના જીવનમાં ખુશીઓનો રંગ

મળેલા અંગદાનનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું : દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની માંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વાલીયા, ભરૂચના રહેવાસી 22 વર્ષીય યુવાનમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની રહેવાસી 28 વર્ષીય યુવતીમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 53વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. જયારે બંને ચક્ષુઓ માંથી એક ચક્ષુનું ટ્રાન્સપ્લાન્ટ 68 વર્ષીય મહિલામાં, બીજા ચક્ષુનું ટ્રાન્સપ્લાન્ટ 54 વર્ષીય વ્યક્તિમાં કિરણ હોસ્પિટલમાં ડૉ.સંકીત શાહ દ્વારા કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details