- 12 દિવસની અંદર સુરતમાં અંગદાન ( Donate Life )ની ત્રીજી ઘટના
- ડોનેટ લાઈફ ( Donate Life ) દ્વારા છેલ્લા બાર દિવસમાં કુલ 19 અંગો અને ટિસ્યુઓના દાન
- માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી
સુરત : 12 દિવસની અંદર સુરતમાં અંગદાન ( Donate Life )ની ત્રીજી ઘટના બની છે. સુરતમાંથી ડોનેટ લાઈફ ( Donate Life ) દ્વારા છેલ્લા બાર દિવસમાં કુલ 19 અંગો અને ટિસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ 18 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે. બ્રેઈનડેડ કલ્પના પટેલના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના
કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
પરિવારે ઓર્ગન ડોનેશન ( organ donation ) માટેની ઈચ્છા વ્યક્ત કરી
3 જૂનના રોજ 54 વર્ષીય કલ્પનાનું બ્લડ પ્રેશર વધી જવાને કારણે લકવાની અસર જણાતા તેમને તાત્કાલિક ગણદેવીની દમણીયા હોસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ ( United Green Hospital )માં સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી હતી. જ્યાં તેમણે ડૉક્ટર્સની ટીમ બ્રેન્ડેડ જાહેર કર્યા હતા. ડૉક્ટર્સની ટીમે ડોનેટ લાઈફ ( Donate Life )ના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનિક સંપર્ક કરી કલ્પનાના બ્રેઇનડેડ અંગેની તેમજ પરિવારે ઓર્ગન ડોનેશન ( organ donation ) માટેની ઈચ્છા વ્યક્ત કરી છે, તે અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફ ( Donate Life )ની ટીમે યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ ( United Green Hospital ) પહોંચીને કલ્પનાના પુત્ર પ્રતિક અને વિવેક, જમાઈ કમલકુમાર તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.