- VNSGU માં વિરોધ પ્રદર્શન
- પ્રોફેસરો તથા વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીનો વિરોધ
- યુનિવર્સિટીએ અચાનક જ જે તે કોલેજનું જોડાણ રદ કરી બીજી યુનિવર્સિટી સાથે જોડાણ કર્યું તેનો વિરોધ
VNSGU માં કોલેજના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરાયો - ગુજરાત ન્યૂઝ
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સાર્વજનિક યુનિવર્સિટીની ગ્રાન્ટેડ કોલેજોના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ ગુરુવારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભેગા થાય કુલપતિનો વિરોધ દર્શાવ્યો હતો. સાથે વિદ્યાર્થીઓએ પણ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) માં સાર્વજનિક યુનિવર્સિટીની ગ્રાન્ટેડ કોલેજોના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ ગુરુવારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે ભેગા થાય કુલપતિનો વિરોધ દર્શાવ્યો હતો. લોકોએ જણાવ્યું હતુ કે, યુનિવર્સિટી દ્વારા અચાનક જ જે તે કોલેજનું જોડાણ રદ કરી બીજી યુનિવર્સિટી સાથે જોડાણ કર્યું છે. આ બાબતનો સખત વિરોધ કરીએ છીએ. યુનિવર્સિટી દ્વારા કોઈને જાણ કર્યા વિના જ કોઈ કોલેજોની મંજૂરી લીધા વિના જ આ રીતે નું જાહેરનામું પાડવું તે ખૂબ જ ખોટી રીત છે. સેનેટ સભ્યોની મિટીંગ કર્યા વગર જ આ રીતે એનો નિર્ણય લઈ શકતી હોય તો આગળ ભવિષ્યમાં શું થશે. તે યુનિવર્સિટીએ વિચારવું જોઈએ. આજ દિન સુધી રાજ્ય સરકાર દ્વારા જે ફી નક્કી કરવામાં આવી હતી તે ફી લેવામાં આવતી હતી અને અચાનક વિદ્યાર્થીઓના ફી પણ વધારી દેવામાં આવી છે. આ બાબતેને લઈને ગુરુવારે સાર્વજનિક એજ્યુકેશનની છ કોલેજો તથા વનિતા વિશ્રામની એક કોલેજ અને બારડોલી ત્રણ કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના કુલપતિનો વિરોધ દર્શાવામાં આવ્યો હતો. અમે યુનિવર્સિટીના સેનેટ સભ્યો (Senate members of the university) ને આવેદન આપીશું.
ખાનગી કોલેજોની સંલગ્ન અચાનક જ રદ કરી દેવામાં આવી છે
આ બાબતે એમ.ટી.બી આર્ટસના પ્રોફેસર રુદ્રેશ વ્યાસ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, યુનિવર્સિટીના કુલપતિ તથા રજિસ્ટર ઇન્ચાર્જ દ્વારા કોઈપણ જાતની ચર્ચા વિચારણા કર્યા વગર ખોટી રીતે ખાનગી યુનીવર્સીટીઓ સાથે જે જોડાયેલી કોલેજો છે. તેની સંલગ્નતા અચાનક જ રદ કરી દેવામાં આવી છે. તો એ વાતને લઈને પ્રોફેસર તથા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટ સભ્યોને આવેદન આપવા માટે અત્રે ઉપસ્થિત થયા છીએ. કારણ કે અચાનક જ આટલા હજાર વિદ્યાર્થીઓનુું જોડાણ યુનિવર્સિટી સાથે પૂરું કરી દેવામાં આવ્યું છે. ખરેખર તો યુનિવર્સિટી સારી કોલેજનું જોડાણ પોતાની સાથે રાખવા માગતી હોય છે. સરકારે આટલા વર્ષો સુધી જે કોલેજમાં રોકાણ કર્યું છે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. જે ફંડ આપ્યા છે. તેનું અચાનક જ યુનિવર્સિટીને આપી દેવા પાછળ એમનું ક્યુ ગણિત છે. એ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે આજે અધ્યાપક તથા વિદ્યાર્થીઓ અહીં ભેગા થયા છે. જ્યાં સુધી પહેલા જેવી સ્થિતિ ન થાય ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે. જો કોઈ નિર્ણય લેવાય તો બધા કોલેજોના અધ્યાપકો આમરણ ઉપવાસ ઉપર બેસવા તૈયાર છીએ.
અમને જાણ કર્યા વગર અમારિ ફી 35,000 રૂપિયા વધારી દેવામાં આવી છે
અમને જાણ કર્યા વગર અમારી કૉલેજ, અમારી યુનિવર્સિટીએ 35,000 હાજર રૂપિયા ફી વધારી દેધી છે. અમને વગર કયા વગર બીજા કોલેજમાં ટ્રાન્સફર આપવાનું કહે છે. યુનિવર્સિટી દ્વારા જ ઓફલાઈન તથા ઓનલાઇન ક્લાસ બંધ કરી દેવામાં આવ્યા છે. અમે લોકોએ આ બાબતે પરિપત્ર દ્વારા જાણ કરી હતી કે, અમે બીજી યુનિવર્સિટીમાં જવા માંગતા નથી તથા યુનિવર્સિટી દ્વારા તેમની જ કોલેજોને જાણ કર્યા વિના એમને જ ખાનગી યુનિવર્સિટીમાં મોકલવામાં આવી રહ્યા છે. અમારી ફીને 35000 સુધી વધારવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ રેગ્યુલર ફી પણ ભરી શકતા નથી. જે વિદ્યાર્થીઓ ગામથી આવે છે. હોસ્ટેલમાં રહે છે. એવા વિદ્યાર્થીઓની ફી તમે અચાનક 35 હજાર રૂપિયા કરી નાખો તો ક્યાંથી ભરીયે. અમારી માગણી છે કે, અમને આ જ યુનિવર્સિટી જોઈએ. અમને એ જ શિક્ષકો જોઈએ. એ જ સ્ટાફ જોઈએ. આ અમારી માંગણી છે.