- મકાનમાંથી 1.14 લાખની કિમતનું અફીણ ઝડપાયું
- એક ઇસમને વોન્ટેડ જાહેર
- 382 ગ્રામ 920 મીલીગ્રામ અફીણનો જથ્થો મળી આવ્યો
સુરત :સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી યુવાઓને નશાના રવાડે ચડાવતા હોવાનો પર્દાફાશ થઇ રહ્યો છે. ત્યારે સુરત પોલીસ દ્વારા ગાંજો, દારુ, ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે હવે સુરતમાંથી અફીણનો જથ્થો ઝડપાયો છે. સુરતમાં એસ.ઓ.જી. પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે, ગોડાદરા દેવધ રોડ પર આવેલી શિવ પાર્ક સોસાયટીના પ્લોટ નબર 117ના બીજા માળે અફીણનો જથ્થો રહેલો છે, અને એક ઇસમ ત્યાંથી ચોરી છુપીથી વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે એસ.ઓ.જી.પોલીસે વોચ ગોઠવી ઘરમાં દરોડો પાડ્યા હતા. જ્યાંથી પોલીસે ઘરમાં તપાસ કરતા ત્યાંથી 1.14 લાખની કિમતનો 382 ગ્રામ 920 મીલીગ્રામ અફીણના સક્રિય ઘટકો વાળો માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો પોલીસે કબજે કરી ત્યાં રહેતા ચંપાલાલ વસતારામ નકુમ પરમારની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા તેને આ જથ્થો ડીંડોલી સ્થિત દેલાડવા ખાતે રહેતા ભેરારામ બિસ્નોઈ એ આપ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ સમગ્ર મામલે ગોડાદરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. અને ગોડાદરા પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.