ગુજરાત

gujarat

ETV Bharat / city

દિલ્હીની મરકજમાં માત્ર 1 વ્યક્તિ સામેલ થયો હતોઃ કમિશ્નર બ્રહ્મભટ્ટ - coronavirus updates

સુરતમાંથી દિલ્હી ખાતે મરકજમાં 72 લોકોએ ભાગ લીધો હોવાની વાતને પોલીસ કમિશ્નરે ફગાવી છે. તેમણે કહ્યું કે, સુરતમાંથી માત્ર 1 વ્યક્તિએ મરકજમાં ભાગ લીધો હતો.

ETV BHARAT
સુરત માટે રાહતના સમાચાર: દિલ્હીની મરકજમાં માત્ર એક વ્યક્તિ સામેલ થયો હતો

By

Published : Apr 1, 2020, 3:45 PM IST

સુરત: કોરોના મુદ્દે સુરત માટે રાહતના સમાચાર આવ્યા છે. સુરત પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ નિવેદન આપ્યું કે, દિલ્હીની મરકજમાં માત્ર એક વ્યક્તિ સામેલ થયો હતો. આ ઉપરાંત અન્ય 71 લોકો મરકજમાં જવાના બદલે જે-તે વિસ્તારમાં હાજર રહ્યાં હતા.

કેન્દ્ર દ્વારા નિઝામુદ્દીન તબલીગી મરકજને લઈ 72 લોકોનો નામ સુરત પોલીસને આપવામાં આવ્યાં હતા. આ તમામ લોકોની તપાસ બાદ જાણવા મળ્યું કે, સુરતમાંથી દિલ્હી ખાતે મરકજમાં માત્ર એક વ્યક્તિએ ભાગ લીધો હતો.

આ ઉપરાંત દિલ્હી ખાતે અન્ય વિસ્તારમાં જનારા 42 જેટલા લોકોને પોલીસે શોધી લીધા છે અને તે તમામને સેન્ટ્રલ ક્વોરોન્ટાઇન કર્યા છે. આ ઉપરાંત પોલીસે અન્ય 10 લોકોની શોધખોળ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details