- સુરત ગ્રામ્ય LCB ટીમની સફળ કામગીરી
- 9,17,360 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો
- ઓનલાઈન જુગાર પર દરોડા પાડ્યા
સુરત : સુરત ગ્રામ્ય LCB(Surat Rural LCB Team) ટીમ પેટ્રોલિગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કામરેજ તાલુકાના આંબોલી ગામે સાંઈ એજન્સી(Sai Agency) નામની દુકાનમાં ઓનલાઈન જુગાર રમાડવાનો( playing online gambling ) ખેલ ચાલે છે. બાતમી વાળી જગ્યા પર રેડ કરાતા આરોપી ઇકબાલ બાઉદીન સમાં તથા તેના માણસો કોમ્પ્યુટર સિસ્ટમથી અલગ અલગ યંત્રની નિશાનીઓ ઉપર ગ્રાહકોને પૈસા વડે ઓનલાઈન હારજીતનો જુગાર રમાડતા હતાં. પોલીસે જુગાર રમાડવાનાં સાધન સામગ્રી તથા વાહનો મળી કુલ નવ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે(Caught playing online gambling in Surat) કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પુછપરછમાં જાણવાં મળ્યું હતું કે આ જુગાર વડોદરાથી હરેશ નામનો ઇસમ રમાડતો હતો અને ત્યાંથીજ ઓપરેટ કરતો હતો.
ઓનલાઈન જુગાર રમતા પકડાયેલા તથા વોન્ટેડ આરોપીઓના નામ
જૂગાર રમતાં પકડાયેલા આરોપીઓમાં ઇકબાલ બાઉડ્રિન સમાં (મૂળ જિલ્લો અમરેલી, હાલ સુરત આંબોલી), સબ્બીર ડાઉદભાઈ (કઠોર, સુરત), બશીરશા ઉષ્માનશા ફકીર (આંબોલી સુરત), નિતેશ માથુરભાઈ કટારા (મૂળ બાસવાડા, રાજસ્થાન), આરીફ અલ્લાઉડ્રીન ઝાંખરા (મૂળ અમરેલી, હાલ કાપોદ્રા સુરત) જાવેદ રહીમઅબ્દુલ શેખ (મૂળ બુદાણા મહારાષ્ટ્ર, હાલ ખોલવડ સુરત), રાજુ ગુરજીભાઈ ચરપોટા (મૂળ બાસવાડા રાજસ્થાન, હાલ આંબોલી સુરત), રહીમશા અમીનશા ફકીર (આંબોલી સુરત), હનીફ કાસીમ શેખ (આબોલી સુરત), ઇત્મીયાઝ હનીફ શેખ (કામરેજ સુરત), કલ્પેશ ધીરુભાઈ મિસ્ત્રી (કામરેજ સુરત), મહેબૂબ અબ્દુલ સુમરા (મૂળ અમરેલી, હાલ આંબોલી સુરત), ધનરાજ દીપકભાઈ વાંસફોડીયા (આંબોલી, સુરત), બિલાલ યુશુબ આકુજી (કઠોર, સુરત), અબ્દુલકાદિર મહારુષા (મૂળ ધૂળિયા હાલ કઠોર સુરત), હરેશ (વડોદરા , વોન્ટેડ), સંજય ભરવાડ (આંબોલી સુરત) સામેલ છે.