- જાહેરમાં તમંચો અને છરો લઈને ફરી રહ્યો હતો યુવાન
- પોલીસને મળેલી બાતમીના આધારે આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો
- પોલીસ દ્વારા તમંચો ક્યાંથી આવ્યો તે અંગે તપાસ હાથ ધરી
સુરત: સુરતની પુણા પોલીસે બાતમીના આધારે એક શખ્સને દેશી હાથ બનાવટના તમંચા અને છરા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન, છરો અને તમંચો મળીને કુલ 15 હજારની મત્તા કબજે કરી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી પાસેથી પકડાયેલો તમંચો સાબર ગામ જવાના રસ્તા પરથી રંગેહાથ ઝડપાયો આરોપી
સુરતમાં પુણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે, એક શ્ખ્સ પુણા વિસ્તારમાં તમંચા સાથે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને કડોદરા નિયોલ ચેકપોસ્ટ પાસેથી સાબર ગામ જવાના રસ્તા પર આરોપી અભય સિંહ મનોજ કુમાર ઠાકુરને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 5 હજારની કિમતનો દેશી હાથ બનાવટનો તમંચો, એક છરો અને 10 હજારની કિમતનો મોબાઈલ ફોન કબજે કર્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપી પોતે 24 વર્ષનો હોવાનું અને હાલ પલસાણા ખાતે આવેલી વિધાતા ઇન્ડસ્ટ્રીઝ પાસે રહેતો હોવાનું જાણવા મળ્યુ હતું. હાલ, આ સમગ્ર મામલે પોલીસે તમંચો ક્યાંથી લાવ્યો અને તે શું કરવાનો હતો? તે દિશામાં તપાસ હાથ ધરી છે.