ગુજરાત

gujarat

ETV Bharat / city

લોકડાઉનના પ્રથમ દિવસે સરભોણના બજાર સંપૂર્ણ બંધ રહ્યા

બારડોલી તાલુકાના સરભોણ ગામમાં લોકોએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરતા પ્રથમ દિવસે મંગળવારથી રવિવાર સુધી તમામ દુકાનો બંધ કરવામાં આવી હતી. ગામના રસ્તાઓ પણ સુમસામ જોવા મળ્યા હતા. આ લોકડાઉનમાંથી આવશ્યક સેવાઓને બાકાત રાખવામાં આવી હતી.

લોકડાઉનના પ્રથમ દિવસે સરભોણના બજાર સંપૂર્ણ બંધ રહ્યા
લોકડાઉનના પ્રથમ દિવસે સરભોણના બજાર સંપૂર્ણ બંધ રહ્યા

By

Published : Apr 28, 2021, 9:07 AM IST

  • 2જી મે સુધી ગામમાં સંપૂર્ણ લોકડાઉન
  • કોરોનાની ચેઇન તોડવા માટે લેવાયો નિર્ણય
  • ગ્રામજનોએ બંધમાં સહકાર આપ્યો

સુરત: બારડોલી તાલુકાના સરભોણ ગામમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવતા મંગળવારે પ્રથમ દિવસે તમામ દુકાનો બંધ રહી રહી હતી. આગામી 2જી મે સુધી આ લોકડાઉન લાગુ રહેશે. કોરોનાની ચેઇન તોડવા માટે ગ્રામ પંચાયત અને ગામ આગેવાનોએ વેપારીઓને સાથે રાખી લીધેલા નિર્ણયને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

લોકડાઉનના પ્રથમ દિવસે સરભોણના બજાર સંપૂર્ણ બંધ રહ્યા

આ પણ વાંચોઃવિરમગામની બજારો સ્વયંભૂ લોકડાઉન કરવાનો વેપારીઓનો નિર્ણય

કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

સુરત જિલ્લા સહિત બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના બેકાબૂ થયો છે. સંક્રમણ વધી રહ્યું છે. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા લોકડાઉન બાબતે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવતો નથી. જેના કારણે લોકો હવે પોતાનો જીવ બચાવવા માટે સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળી રહ્યા છે. બારડોલી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પરીક્ષિત દેસાઈ, સરપંચ રક્ષા રાઠોડ, ગામના તુષાર નાયક, સમીર પટેલ અને ધર્મેશ દેસાઈ સહિતના અગ્રણીઓએ રવિવારના રોજ વેપારીઓ સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું.

સરભોણની તમામ દુકાનો બંધ રહી

જેમાં સરભોણ અને આજુબાજુના ગામોમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે એક અઠવાડિયા માટે બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત મંગળવારથી સરભોણ ગામના બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા. સવારથી જ કોઈ દુકાનો ખૂલી ન હતી તેમજ રસ્તાઓ પણ સૂમસામ જોવા મળ્યા હતા.

લોકડાઉનના પ્રથમ દિવસે સરભોણના બજાર સંપૂર્ણ બંધ રહ્યા

આ પણ વાંચોઃકોરોના સામેની લડાઈમાં આજથી અમદાવાદના 80 ટકા એસોસિએશનનું સ્વયંભૂ લોકડાઉન જાહેર

રવિવાર સુધી સંપૂર્ણ લોકડાઉન

આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો બંધ રહેતા બજારોમાં સન્નાટો છવાઈ ગયો હતો. લોકોએ પણ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. આગામી રવિવાર સુધી આ જ રીતે ગામમાં લોકડાઉનનો અમલ કરવા માટે સરપંચ અને ગામના અગ્રણીઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details