- કોરોના વાઇરસનો બી.1.1.529 વેરિઅન્ટ ઓમિક્રોન છે
- દેશમાં છ ડિસેમ્બર સુધીOmicron Variantના 23 કેસ નોંધાયા છે.
- આક્રમક રીતે એટલે ઝડપથી ફેલાઇ શકે છે, પરંતુ ગંભીર નથી
સુરત : કોરોનાનો Omicron Variant સૌ પ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો છે. ત્યાં 2000થી વધુ કેસ નોંધાયા છે. આક્રમક રીતે એટલે ઝડપથી ફેલાઇ શકે છે, પરંતુ ગંભીર નથી. ઓમિકોન વેરિઅન્ટ પર રસી (Vaccination) કેટલી અસરકારક રહેશે, તે હાલ કહી શકાય નહીં. પરંતુ રસી લીધી હોય તો પણ સંક્રમણ થઇ શકે છે. રસી ન લીધી હોય તો ગંભીર રીતે સંક્રમણ થઇ શકે છે. ભારત દેશમાં છ ડિસેમ્બર સુધી ઓમિકોન વેરિઅન્ટના 23 કેસ નોંધાયા છે. જિનોમ સીક્વન્સ કર્યા પછી ખબર પડે કે સામાન્ય કોરોના (Covid-19) છે કે કોરોનાનો ઓમિકોન વેરિઅન્ટ છે. આ વેરિઅન્ટ (Omicron variant of Concern ) ભારત દેશમાં કઇ રીતે વર્તશે? કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે? કે નબળો થઇ જશે? એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. હાલ તો આ વેરિઅન્ટ કોઇપણ વયના લોકોને થઇ શકે છે. નવા વેરિઅન્ટની સારવાર માટે દવા સરખી જ છે. દર્દીને ક્વોરેન્ટીન કરવા, આઇસોલેશનમાં રાખવા.
જે લોકો એ વેકસીન નથી લીધી તેઓને તેની અસર ગંભીર થઈ શકે
ડોક્ટર સમીર ગામીએ જણાવ્યું હતું કે જે લોકોને વ્યક્તિનો બંને ડોઝ લાગી ગયો છે તેમને પણ આ વેરિએન્ટની (Omicron variant of Concern ) અસર જોવા મળી રહી છે જોકે આ અસર માઇલ્ડ છે. જે લોકોએ વેકસીન (Vaccination)નથી લીધી તેઓને આ વેરિએન્ટની ગંભીર અસર થઇ રહી છે અમે અનુમાન લગાવી શકીએ છીએ કે ભારતમાં જે લોકો એ બંને વેકસીન લીધી છે તેઓને માઇલ્ડ રહેશે. અને જે લોકો એ વેકસીન નથી લીધી તેઓને તેની અસર ગંભીર થઈ શકે.
ફેફસાંમાં અસર પણ તેવી જ રીતે છે જે રીતે ફેઝ 2 માં જોવા મળી
સંભાવના છે કે ત્રણથી ચાર અઠવાડિયામાં સ્પષ્ટ થઇ જશે કે ત્રીજી લહેર કેવી હશે. જો આ વેરિઅંટ Omicron Variant બંને વેકસીન લેનારને પણ ગંભીર અસર કરશે અથવા તો જેઓને કોરોના થયો હશે તેમને ફરીથી કોરોના થાય તો આ વેરિયન્ટ ત્રીજી લહેર લાવવાની તાકત રાખે છે. જો વેકસીન (Vaccination)લેનાર લોકોને માઇલ્ડ અસર કરશે તો ત્રીજી લહેર બીજી લહેર કરતા ઓછી આવશે. આ વેકસીનેશનની ગંભીર અસર (Omicron variant of Concern) તે લોકોમાં જોવા મળી રહી છે કે જે લોકો વેકસીનેટેડ નથી તેમને ન્યૂમોનિયા થાય છે. ફેફસામાં અસર પણ તેવી જ રીતે છે જે રીતે ફેઝ 2 માં જોવા મળી છે.