- ઓમિક્રોન વેરિયન્ટના દર્દીઓ માટે સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 120 બેડની અલાયદી વ્યવસ્થા
- વિદેશથી આવનાર 230 લોકો પર ડિજિટલ માધ્યમથી ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે
- એકની ઉપર પોલીસ ફરિયાદ તો બીજા વ્યક્તિને દંડ ફટકારવામાં આવ્યો છે
સુરત :સુરત શહેરમાં અત્યાર સુધી ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી તેમ છતાં મનપાએ (Omicron preventive measures in surat) તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે 120 બેડની અલાયદી વ્યવસ્થા ઊભી કરી છે. ઓમિક્રોન કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રસીના બે ડોઝ નહીં લેનાર વ્યક્તિઓની સરકારી તેમજ ખાનગી મિલકતોમાં પ્રવેશ પર પ્રતિબંધ (SMC Alert on omicron variants of corona) મૂકી દીધો છે. જો વિદ્યાર્થીઓએ પણ રસી મુકાવી ન હોય તો તેમને કોલેજ સ્કૂલમાં એન્ટ્રી નહીં આપવાની વિચારણા પણ મનપા દ્વારા કરવામાં આવી રહી છે.
ડિજિટલ માધ્યમથી ટ્રેસિંગ
આરોગ્ય વિભાગના અધિકારી ડો.આશિષ નાયકે જણાવ્યું હતું કે વિદેશથી આવનાર લોકોને સાત દિવસ ક્વારેન્ટાઈન રહેવું ફરજિયાત છે, એક અઠવાડિયાની અંદર 230 જેટલા લોકો વિદેશથી સુરત આવ્યા છે. તમામનું ડિજિટલ માધ્યમથી ટ્રેસિંગ (Digital tracing of covid-19) કરવામાં આવે છે. હાલ જ બે લોકોએ ક્વારેન્ટાઈન નિયમ ભંગ કરતા એકની ઉપર પોલીસ ફરિયાદ તો બીજા વ્યક્તિને દંડ ફટકારવામાં આવ્યો છે. જે લોકો સાત દિવસ સુધી ક્વારેન્ટાઈન રહે છે તે સાત દિવસ પૂર્ણ થયા બાદ અમે ફરીથી RTPCR ટેસ્ટ કરાવતા હોઈએ છીએ (Omicron preventive measures in surat) અત્યાર સુધી કોઇનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.