ગુજરાત

gujarat

ETV Bharat / city

Omicron Community Transmission Phase : જાણો સુરતમાં તંત્રની શું છે તૈયારીઓ - સુરત ઓમિક્રોન અપડેટ 2022

સુરતમાં ઓમિક્રોન વેરિયન્ટ હવે કોમ્યૂનિટી ટ્રાન્સમિશન તબક્કામાં છે. ત્યારે સારવાર સુવિધામાં ઉણપ ન રહે તેની (Omicron Community Transmission Phase ) તૈયારીઓ થઇ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ઓક્સિજન બેડ, ઓક્સિજન પ્લાન્ટ (Surat Hospitals Oxygen bed and ICU) સહિતની અન્ય સુવિધાઓ ઊભી કરાઈ છે.

Omicron Community Transmission Phase : જાણો સુરતમાં તંત્રની શું છે તૈયારીઓ
Omicron Community Transmission Phase : જાણો સુરતમાં તંત્રની શું છે તૈયારીઓ

By

Published : Jan 4, 2022, 7:03 PM IST

સુરત :કોરોનાની ત્રીજી લહેર દેશમાં દહેશત ફેલાવી રહી છે. જેમાં ખાસ કરીને અમેરિકા અને દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનનો નવો વેરિએન્ટ આવતા તેનાથી ચારેબાજુ સંક્રમણ ક્રમશઃ વધી રહ્યું છે. બીજી તરફ આ વેરિએન્ટની સુરતમાં પણ એન્ટ્રી (Surat Omicron Update 2022 ) થઈ જતા મહાનગર પાલિકા આરોગ્ય તંત્રે સજ્જતા દાખવી છે. સુરતમાં કેસો વધતા ઓક્સિજન અને બેડની અછત ન થાય (Surat Hospitals Oxygen bed and ICU) આ માટે પૂર્વ તૈયારીઓ મનપા દ્વારા કરવામાં આવી છે. સુરતમાં ઓમિક્રોન કોમ્યુનિટી ટ્રાન્સમિશન તબક્કામાં (Omicron Community Transmission Phase) પહોંચ્યો છે.

આજદિન સુધીમાં સુરતમાં 1,45,265 જેટલા પોઝિટિવ કેસો

જ્યારથી કોરોના સંક્રમણની શરૂઆત થઈ છે ત્યારથી આજદિન સુધીમાં સુરતમાં 1,45,265 જેટલા પોઝિટિવ કેસો નોંધાઈ ચુક્યા છે. સોમવારે સુરતમાં 225 નવા કેસો (Omicron Community Transmission Phase)નોંધાયા હતા. છેલ્લા કેટલાક સમયથી કોરોના કેસો વધતા સોમવાર સુધીમાં 1007 દર્દીઓ સારવાર (Surat Omicron Update 2022 ) હેઠળ છે. સુરત મનપા ના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાણીએ જણાવ્યું છે કે શહેરમાં કોરોનાની ત્રીજી લહેર ઝડપથી વકરી રહી છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનું સંક્રમણ પણ વધી રહ્યું છે. શહેરના લોકોમાં હજુ કોરોના પ્રત્યેની ગંભીરતા કે સતર્કતા દેખાઈ રહી નથી લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ કે સેનીટાઇઝરના નિયમો નહીં પાળેે અને બિન્દાસ રહેશે તેમજ આવી સ્થિતિ રહી તો આગામી 45 દિવસ શહેર માટે કોરોના મુદ્દે કપરા સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ Corona Peak In Surat: સુરતમાં જાન્યુઆરીમાં કોરોના પીક આવવાની શક્યતાઓ, બુસ્ટર ડોઝ આશીર્વાદ રૂપ

બન્ને ડોઝ લેનાર લોકોની સંખ્યા 3191234
કોવિન મુજબ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રથમ ડોઝ લેનાર લોકોની સંખ્યા 40,37880 છે જ્યારે બન્ને ડોઝ લેનાર લોકોની સંખ્યા 31,91234 છે. સુરતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના કેસોની સંખ્યામાં વધારો (Omicron Community Transmission Phase)નોંધાઈ રહ્યા છે. આ અંગે સુરતના આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે પોઝિટિવ આવનાર કેસોમાં 70 ટકા કેસો એવા છે કે (Surat Omicron Update 2022 ) જેઓએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે. પરંતુ તેમની સ્થિતિ ખૂબ જ સામાન્ય છે અને ઘરમાં જ સારવાર મેળવી રહ્યા છે.

આઈનોક્સ કંપની 24 કલાકમાં 149 મેટ્રિક ટન ઓક્સિજન પ્રોડકશનની ક્ષમતા

કોરોનાની બીજી લહેર વખતે શહેરમાં ઓક્સિજનની અછત સર્જાઈ હતી તેવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે સુરત મહાનગરપાલિકા, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સજ્જ છે. મેડિકલ લિક્વિડ ઓક્સિજનના ડિસ્ટ્રીબ્યુટર ડી. મોરે સન્સના માલિક આત્મારામ મોરેએ જણાવ્યું હતું કે નવી સિવિલ હોસ્પિટલમાં લિક્વિડ ઓક્સિજનની ત્રણ (Surat Hospitals Oxygen bed and ICU) ટેંકો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ટેંકોની સંખ્યા ચાર છે. આઈનોક્સ કંપની 24 કલાકમાં 149 મેટ્રિક ટન ઓક્સિજન પ્રોડકશનની ક્ષમતા ધરાવે છે. સરકારી હોસ્પિટલોમાં નેચરલથી પણ ઓક્સિજન તૈયાર થાય તેવો પ્લાન્ટ છે. જેના કારણે ઓક્સિજનની અછત ફરી ન સર્જાય એ આ માટે તમામ તૈયારીઓ (Surat Omicron Update 2022 ) કરી લેવાઈ છે.

ઓમિક્રોન સહિતના કોરોના કેસોના વધારાને લઇને સારવાર સુવિધાઓ પણ તૈયાર છે
સુરતમાં ઓક્સિજન પ્લાન્ટની સંખ્યા અને ક્ષમતા

સિવિલ હોસ્પિટલમાં ત્રણ લિકવિડ ઓક્સિજન ટેન્ક છે જેની ક્ષમતા 17 ટન, 13 ટન અને 21 ટન છે. 3 નેચરલ એયરથી મેડિકલ ઓક્સીઝન તૈયાર કરનાર પ્લાન્ટ છે. જેમાંથી કેન્દ્ર સરકાર દ્વારા 1 જ્યારે અન્ય બે L and T અને એસ્સાર કંપની દ્વારા સિવિલમાં લગાડવામાં આવ્યાં છે. 750 સિલેન્ડર છે, જેમાં એકની ક્ષમતા 7 ક્યુબીક મીટર છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ (Surat Hospitals Oxygen bed and ICU) અને તેની ક્ષમતાની વાત કરીએ તો લિક્વિડ ઓક્સિજનમાં ચાર ટેન્ક છે, 13 ટન, 17 ટન, 17 ટન અને 21 ટન. 500 સિલેન્ડર છે. સુરતના સચિન વિસ્તારમાં એએમ સર્જીકલ ફાઈલિંગ સ્ટેશન છે, જ્યાં 24 કલાકમાં 2000 જેટલા સિલેન્ડર રિફીલિંગ થઈ શકે છે. સુરતના હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં આઈનોક્સ કંપનીનો મોટો ઓક્સિજન પ્લાન્ટ છે જેમાં 24 કલાક દરમિયાન આઈનોક્સ કંપની 149 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પાદન કરી શકે છે.

ઓમિક્રોન કોમ્યુનિટી ટ્રાન્સમિશન તબક્કામાં પહોંચ્યો

સોમવારે મનપાના સેન્ટ્રલ ઝોનમાં ઓમિક્રોન પોઝિટિવનો એક કેસ સામે આવ્યો છે. ઓમિક્રોનમાં સપડાયેલી મહિલાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં (Surat Omicron Update 2022 ) આવી છે. ચોંકાવનારી વાત એ છે કે સેન્ટ્રલ ઝોનની રહેવાથી મહિલા પાસે કોઈ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ હિસ્ટ્રી નથી. શહેરમાં કોરોના નવા વેરિએન્ટ કમ્યુનિટી ટ્રાન્સપોર્ટ શક્યતા (Omicron Community Transmission Phase) હવે સાચી સાબિત થઈ રહી છે. 13 ડિસેમ્બરથી સુરતમાં ઓમિક્રોન પોઝિટિવ દર્દીઓ મળી રહ્યાં છે. જેમાં સાત પોઝિટિવ દર્દીઓનો પણ સમાવેશ થાય છે. જેમનો આંતરરાષ્ટ્રીય પ્રવાસનો ઇતિહાસ નથી. હવે સુરતમાં 18 ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યાં છે જેમાં 5 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.

આ પણ વાંચોઃ HGNU અને ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ગાંધીનગર વચ્ચે MOU, પાટણમાં ઓમિક્રોન ટેસ્ટિંગ લેબ થશે કાર્યરત

એક મહિનામાં જ શહેરના 200થી વધુ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

સુરતમાં છેલ્લા એક મહિનામાં જ શહેરના 200થી વધુ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણનો ભોગ (Omicron Community Transmission Phase) બની ચૂક્યા છે. શાળાઓ દ્વારા ઓનલાઇન અભ્યાસક્રમ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ સતત વિદ્યાર્થીઓ સંક્રમણનો ભોગ બની રહ્યા હોવાને કારણે વાલીઓમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.

સરકારી કોવિડ હોસ્પિટલમાં બેડની સંખ્યા તથા દાખલ દર્દીઓ અંગેની વિગત

સિવિલ હોસ્પિટલમાં કુલ બેડની સંખ્યા 1518 છે જ્યાં હાલ દાખલ દર્દીઓની સંખ્યા 5 છે. 90 ટકા ઓક્સિજન બેડ (Surat Hospitals Oxygen bed and ICU) છે. સ્મીમેર હોસ્પિટલમાં કુલ બેડની સંખ્યા 941 છે. જ્યાં હાલ દાખલ દર્દીઓની સંખ્યા 6 છે. સ્મીમેર હોસ્પિટલમાં 90 ટકા ઓક્સિજન બેડની સુવિધા છે.

ABOUT THE AUTHOR

...view details