- મૂકેશ પટેલે હાર્દિક પટેલ પર કર્યા આકરા પ્રહાર
- આંદોલનમાં હીશો હીશો કરવાવાળાને શું ખબર હોય વિકાસના કામો થાય છે કે નહીં - મૂકેશ પટેલ
- ચાર વર્ષની અંદર મેં 117કરોડના વિકાસના કામો કર્યા છે.
- થોડા દિવસ પહેલાં એરથાણ જે આવાસ ધરાશાયી થયું એ કોંગ્રેસના રાજમાં બન્યું હતું
ઓલપાડઃ થોડા દિવસ પહેલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ઓલપાડ તાલુકાની મુલાકાતે હતાં અને તેઓએ ખુટાઈ માતાના મંદિરના લોકદરબાર કાર્યક્રમ યોજ્યો હતો અને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતાં. બાદમાં લોકોને સંબોધતા સમયે તેઓએ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલને આડે હાથ લીધા હતાં અને આકરા પ્રહાર કર્યા હતાં.
આજરોજ ઓલપાડ ખુટાઈ માતાના મદિર પર ભાજપનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઓલપાડના ધારાસભ્ય મૂકેશ પટેલ હાજર રહ્યાં હતાં અને મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેઓને હાર્દિક પટેલ પર વળતો પ્રહાર કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે આંદોલનમાં હીશો હીશો કરવાવાળાને શું ખબર હોય વિકાસના કામો થયા છે કે નહીં. હાર્દિક પટેલ કહે છે કે ઓલપાડમાં વિકાસના કામો નથી થયાં. તેઓને કહું છું કે ઓલપાડ તાલુકામાં 117કરોડના વિકાસના કામો થયાં છે. હાર્દિક પટેલે એરથાણ ખાતે ધરાશાયી થયેલા આવાસ પર પણ સવાલ ઉઠાવ્યાં હતાં પણ તેઓને ખબર નથી એ આવાસ કોંગ્રેસે બનાવ્યાં હતાં.