- સુરતમાં ભારત બંધના એલાનને પગલે ખેડૂત આકરા પાણીએ જોવા મળ્યો
- ખેડૂતોનો ઠેરઠેર વિરોધ ,પોલીસ સાથે થઈ ખેડૂતોની ભારે ચકમક
- ભારે સૂત્રોચ્ચાર વચ્ચે ખેડૂતો બેઠાં પોલીસ સ્ટેશન બહાર ધરણા પર
ઓલપાડઃ સુરત જિલ્લાના ઓલપાડમાં ખેડૂતો વહેલી સવારથી ઠેર ઠેર વિરોધ દર્શાવી રહ્યાં હતાં. પોલીસ પણ ખેડૂતોની વહેલી સવારથી જ અટકાયત કરતી જોવા મળી હતી. સુરતના માંગરોળ, કામરેજ, બારડોલી સહિત જિલ્લા ખેડૂતો વિરોધ કરતા જોવા મળ્યાં હતાં. જોકે ઓલપાડમાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ વિરોધ કરવા પહોંચે તે પહેલાં તેમને ડીટેઇન કરી લેવામાં આવ્યાં છે.
પોલીસે અટકાયત કરી તો પો. સ્ટેશન બહાર ધરણા કર્યાં
જોકે ઓલપાડના ખેડૂતોની અટકાયત કરતાં ખેડૂતો પોલીસને ચકમો આપી ફરી વિરોધ માટે રસ્તા પર ઉતર્યા હતાં. જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી ઓલપાડ ખાતે ખેડૂતો ભેગા થયાં હતાં અને ભારે સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. જોકે પોલીસને જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ખેડૂતોને પોલીસે ડીટેઇન કરવાની શરૂઆત કરતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ભારે માથાકૂટ થઈ હતી. પોલીસ જબરદસ્તી તમામ ખેડૂતોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જ્યાં ખેડૂતો પોલીસ સ્ટેશન બહાર ધરણા પર બેસી સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરી કૃષિ કાયદા રદ કરવા માગ કરી હતી.
સુરતના ઓલપાડમાં પણ ભારત બંધને લઇને ગતિવિધિ જોવા મળી હતી આ પણ વાંચોઃ
કૃષિ કાયદાઓના વિરોધમાં આજે ખેડૂતોનું ભારત બંધનું એલાન : 10 કલાકના રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આ પણ વાંચોઃ ભારત બંધ : જાણો શું છે કૃષિ કાયદાઓ, જેના પર સરકાર અને ખેડૂતો છે આમને-સામને