ગુજરાત

gujarat

ETV Bharat / city

25 ફૂટના ખાડામાં ખાબકી વૃદ્ધા, આવી રીતે ફાયરની ટીમે કર્યું રેસક્યુ ઑપરેશન

સુરતના આંબોલી (Surat Amboli) વિસ્તારમાં 25 ફૂટના ખાડામાં એક વૃદ્ધા (old age woman fallen) પડી જતા ફાયર વિભાગની ટીમે (Fire Department Surat) બહાર કાઢી હતી. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આંબોલી ગામે આ ઘટના બની હતી. જ્યાં મહિલાને ફાયર વિભાગની ટીમે હેમખેમ બહાર કાઢતા પરિવારજનોના જીવમાં જીવ આવ્યો હતો.

સુરતના આંબોલીમાં 25 ફૂટના ખાડામાં વૃદ્ધા ખાબકી,ફાયરની ટીમે આવું રેસક્યુ ઑપરેશન કર્યુ
સુરતના આંબોલીમાં 25 ફૂટના ખાડામાં વૃદ્ધા ખાબકી,ફાયરની ટીમે આવું રેસક્યુ ઑપરેશન કર્યુ

By

Published : Jul 1, 2022, 3:40 PM IST

Updated : Jul 2, 2022, 11:42 AM IST

સુરતઃ મહાનગર સુરતના કામરેજના આંબોલી (Surat Amboli) ગામે ભારે વરસાદમાં દરમિયાન એક મહિલા 25 ફૂટના એક ખાડામાં પડી (old age woman fallen) ગયા હતા. વૃદ્ધાને ફાયર (Fire Department Surat) વિભાગે હેમખેમ બહાર કાઢતા પરિવારજનોના શ્વાસમાં શ્વાસ આવ્યા હતા.

આ પણ વાંચોઃજૂઓ કઈ રીતે આખલો બન્યો મૃત્યુનું કારણ...

કોણ છે આ મહિલાઃઆ મહિલાનું નામ કપિલાબેન છે. જેની ઉંમર 70 વર્ષની છે. કપિલાબેન રામાનંદી જ્યારે સવારના સમયે બાથરૂમમાં જઈ રહ્યા હતા. એ સમયે આ ઘટના બની હતી. ભારે વરસાદને (Heavy Rainfall in Surat) કારણે બાથરૂમ પાસે ખાલકુંવા પાસે તેઓ 25 ફૂટના ખાડામાં ખાબક્યા હતા. જેના કારણે પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો.

આ પણ વાંચોઃજિલ્લા પંચાયત હસ્તકની આંગણવાડીઓ હવે ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તક

ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્કયુ ઑપરેશનઃસુરતના કામરેજમાં ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસક્યુ ઑપરેશન કર્યું હતું. પછી મહિલાને બહાર કાઢવા સાધન સામગ્રી સાથે પ્રયાસ શરૂ કર્યા હતા. આ વૃદ્ધ મહિલાને સેફ્ટી બેલ્ટથી બાંધીને રેસક્યું કરવામાં આવી હતી. સુરત ફાયર વિભાગની ટીમ સમયસર પહોંચી મહિલાને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર વિભાગની મહામહેનતથી વૃદ્ધ મહિલાનો જીવ બચ્યો હતો.

Last Updated : Jul 2, 2022, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details