ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના ગાઇડલાઇન્સના સંપૂર્ણ પાલન સાથે રાજ્યમાં પ્રથમ સત્રની કોલેજો શરૂ - gujarat

સોમાવારથી રાજ્યના તમામ શહેરોમાં કોલેજના પ્રથમ સત્રની શરૂઆત થઈ ગઈ છે. 11 મહિના બાદ સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોલેજના પ્રથમ સત્રના વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ આપી વર્ગખંડમાં બેસવા માટે પરવાનગી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું હતુ. કોલેજે તમામ સરકારી ગાઈડ લાઇન્સનું પાલન પણ કર્યું છે.

Surat
Surat

By

Published : Feb 8, 2021, 3:42 PM IST

  • રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો થતાં કોલેજના પ્રથમ સત્રની શરૂઆત
  • 11 મહિના બાદ ઓફલાઈન વર્ગો શરૂ
  • તમામ સરકારી ગાઈડ લાઇનનું પાલન
    વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી

સુરત: સોમવારથી રાજ્યના તમામ શહેરોમાં કોલેજના પ્રથમ સત્રની શરૂઆત થઈ ગઈ છે. 11 મહિના બાદ આખરે ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયા છે. સુરતમાં પણ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ત્રણ દિવસ અગાઉ યુનિવર્સિટીના અંદરમાં આવતા તમામ કોલેજોને વાલીઓ માટે સંમતિ પત્રક મોકલી આપવામાં આવ્યા હતા. એ જ સંમતિ પત્ર દ્વારા કોલેજના પ્રથમ સત્રના વિદ્યાર્થીઓ પાસે લઈને કોલેજમાં પ્રવેશ આપી વર્ગખંડમાં બેસવા માટે પરવાનગી આપવામાં આવી હતી. કોરોના મહામારીની વચ્ચે 11 મહિના બાદ કોલેજ આવતા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર સ્મિત જોવા મળી હતી. કોલેજે તમામ સરકારી ગાઈડલાઇન્સનું પાલન કર્યુ છે. વિદ્યાર્થીઓ ખાસ્સા સમય બાદ કોલેજથી છૂટ્યા બાદ કોલેજના કેમ્પસમાં હરતા ફરતા જોવા મળ્યા હતા. હાલ આ બંને કોલેજમાં ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ માટે સાવરે 11થી 2 વાગ્યા સુધીનો જ સમય રાખવામાં આવ્યો છે.

પ્રથમ સત્રની કોલેજોના ઓફલાઈન વર્ગો શરૂ

ધોરણ 12 પછીનું પ્રથમ સત્ર

સોમવારે જ્યારે રાજ્યમાં તમામ કોલેજો શરૂ થઈ ગઈ છે, ત્યારે ધોરણ 12 પાસ કર્યા બાદ પ્રથમ વખત વિદ્યાર્થીઓ કોલેજમાં આવ્યા હતા, ત્યારે તેમણે એક અલગ માહોલમાં જોવા મળ્યા હતા. ચહેરા ઉપર ખુશી અને આનંદ ઉલ્લાસનો મેળો જમાવીને આવ્યા હોય એવું લાગી રહ્યું હતુ. પરંતુ સરકારની ગાઈડ લાઈન પ્રમાણે કોલેજ દ્વારા માઇકમાં વારંવાર સુચના આપવામાં આવતી હતી કે તમામ વિદ્યાર્થીઓ મોં ઉપર માસ્ક લગાવીને ફરે અને 2 ગજની દુરી સાથે આ નિયમોનું પાલન કરે. આજે વિદ્યાર્થીઓ છેલ્લા 11 મહિનાથી ઓનલાઇન કલાસ ભણી રહ્યા હતા, ત્યારે આજે તેઓ ઓફલાઈન ક્લાસ ચાલુ થતા ખૂબ જ ઉત્સાહિત હતા.

પ્રથમ સત્રની કોલેજોના ઓફલાઈન વર્ગો શરૂ

પ્રથમ સત્રમાં જ 30 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર

સોમવારથી રાજ્યની તમામ કોલેજોની પ્રથમ સત્રની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે શરૂઆત થતાની સાથે જ ફક્ત 30 ટકા જેટલા વિદ્યાર્થીઓનું હાજરી જોવા મળી હતી અને હાલ સુરતની કેટલાક કોલેજ દ્વારા હજુ પણ ઓનલાઇન જ ક્લાસ ચાલશે તેવું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને સાયકોલોજી અને ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ માટે કોલેજ બોલાવવામાં આવશે. અમુક વિદ્યાર્થીઓએ જણાવ્યુ કે હવે બે મહિના બાદ વેકેશન છે તો રાજ્ય શિક્ષણ અધિકારી દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી લોકો ખુશ નથી. ચાલુ કરવું હોય તો હવે જૂનથી ચાલુ કરો. જેથી નવું વર્ષ નવ સત્ર શરૂ થાય તો ટાઈમ ટેબલ પ્રમાણે બંધ બેસી જાય.

ABOUT THE AUTHOR

...view details