ગુજરાત

gujarat

ETV Bharat / city

Number One Surat: ધોરણ 10ના પરિણામમાં સૌથી વધારે A-1 ગ્રેડ મેળવનારા શહેરમાં સુરત અગ્રેસર - ધોરણ 10માં કુલ 17,186 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો

રાજ્યમાં મંગળવારે રાત્રે રાજ્ય શિક્ષણ બોર્ડે (State Board of Education) ધોરણ 10નું પરિણામ (Standard 10 result) જાહેર કર્યું હતું. ત્યારે ફરી એક વાર સૌથી વધું A-1 ગ્રેડ સુરત શહેરે મેળવ્યો છે. મંગળવારે રાત્રે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ (Board's website) પર પરિણામ મુકવામાં આવ્યું હતું. કુલ 17,186 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે A-2 ગ્રેડ મેળનારા વિદ્યાર્થીઓની સંખ્યા 57,362 છે.

Number One Surat: ધોરણ 10ના પરિણામમાં સૌથી વધારે A-1 ગ્રેડ મેળવનારા શહેરમાં સુરત અગ્રેસર
Number One Surat: ધોરણ 10ના પરિણામમાં સૌથી વધારે A-1 ગ્રેડ મેળવનારા શહેરમાં સુરત અગ્રેસર

By

Published : Jun 30, 2021, 11:51 AM IST

  • સુરત ફરી એક વાર A-1 ગ્રેડમાં રહ્યું અગ્રેસર
  • મંગળવારે સાંજે ધોરણ-10નું પરિણામ થયું હતું જાહેર
  • ધોરણ 10માં કુલ 17,186 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો

સુરતઃ ધોરણ 10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આખરે મંગળવારે રાત્રે આવી ગયો હતો. કારણ કે, મંગળવારે રાત્રે 8 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, સુરત ફરી એક વાર સૌથી વધારે A-1 ગ્રેડ મેળવનારું શહેર બની ગયું છે. મંગળવારે સાંજે રાજ્ય શિક્ષણ બોર્ડ (State Board of Education) પોતાની વેબસાઈટ પર પરિણામ અપલોડ કર્યું હતું. રાજ્યમાં A-1 ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા કુલ 17,186 વિદ્યાર્થીઓ છે તથા A-2 પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા કુલ 57,362 છે. ત્યારે ફરી પછી સુરતના ધોરણ-10ના વિદ્યાર્થીઓએ રાજ્યમાં પોતાનો ડંકો વગાડ્યો છે. એટલે કે કહી શકાય છે કે, રાજ્યમાં સુરતની શાળાઓએ આ વખતે પણ ખુબ જ પ્રતિસાદ મળ્યો છે.

આ પણ વાંચો-ધોરણ 10નું પરિણામ જાહેર: ગણિત અને ગુજરાતી વિષયનું પરિણામ નબળું આવ્યું

સુરતની શાળાઓ સતત પાંચમી વખત A-1 ગ્રેડમાં અગ્રેસર

આ આ વખતે રાજ્યમાં સુરત શહેરના ધોરણ-10ના વિદ્યાર્થીઓ ફરી પછી સતત પાંચમી વખત અગ્રેસર રહ્યા છે. રાજ્યમાં સુરત શહેરમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કરવી છે. સુરત શહેર ગયા વર્ષે પણ A-1 ગ્રેડમાં કુલ 350 જેટલા વિદ્યાર્થીઓએ રાજ્યમાં પોતાનો ડંકો વગાડ્યો હતો અને આ વર્ષે પણ સુરત શહેરના કુલ 2,991 જેટલા વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એમાં પણ રાજ્યમાં સુરતની શાળાઓના વિદ્યાર્થીઓએ A-2 અને C-2માં ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ સુરતમાં સૌથી વધારે જોવામાં આવી રહી છે.


આ પણ વાંચો-CBSE 12th Result: બોર્ડ પરિણામની તૈયારીમાં શાળાઓને તકનીકી મદદ કરશે

કોરોના કાળમાં પણ વિદ્યાર્થીઓએ સારી સારી પ્રસિદ્ધિ મેળવી

ધોરણ-10ના વિદ્યાર્થીઓએ આ કોરોના સમય દરમિયાન પણ ખૂબ જ સારી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે. એટલે કે કહી શકાય કે, વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ તથા ઓફલાઈન શિક્ષણમાં બંને રીતે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જ શિક્ષણ આપવામાં આવેતો પણ વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે અભ્યાસ કરીને પરિણામ લાવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details