ગુજરાત

gujarat

ETV Bharat / city

હવે સુરત પાલિકાના અધિકારીઓ SRP ફોર્સ સાથે રખડતા ઢોર પકડવા જશે - Surat Municipal Corporation

સુરત શહેરમાં રખડતા ઢોરને કારણે અવારનવાર અકસ્મતાના કિસ્સાઓ સામે આવતા હોય છે. આ સમસ્યાનુ નિરાકરણ લાવા માટે સુરત મનપાને SRPના 50 જવાનોની ફોર્સ બંદોબસ્ત માટે ફાળવવામાં આવી છે.

હવે સુરત પાલિકાના અધિકારીઓ SRP ફોર્સ સાથે રખડતા ઢોર પકડવા જશે
હવે સુરત પાલિકાના અધિકારીઓ SRP ફોર્સ સાથે રખડતા ઢોર પકડવા જશે

By

Published : Sep 27, 2021, 1:15 PM IST

  • સુરત મનપાને SRPના 50 જવાનોની ફોર્સ બંદોબસ્ત માટે ફાળવવામાં આવી
  • મનપાના કર્મચારીઓ પર જીવલેણ હુમલો થવાની ઘટના વારંવાર બને છે
  • 1 PSI, 3 આર્મ ગાર્ડ,ડ્રાઈવર સહિતના જવાનોનો સમાવેશ

સુરત :શહેરમાં રખડતા ઢોર દબાણ દૂર કરવા સહિતની કામગીરી દરમિયાન આ મનપાના કર્મચારીઓ પર જીવલેણ હુમલો થવાની ઘટના વારંવાર બનતા મનપા દ્વારા SRPની એક ટીમ ફાળવવાની રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવી હતી. પ્રદેશપ્રમુખ આર પાટીલ અને ગૃહપ્રધાન સંઘવી સુરત શહેરની આ સમસ્યાથી પરિચિત હોય તેમના પ્રયાસોથી સુરત મનપાને SRPના 50 જવાનોની ફોર્સ બંદોબસ્ત માટે ફાળવવામાં આવી છે.

આ પણ વાંચો :IMD એ તેલંગાણા માટે ફ્લેશ ફ્લડની ચેતવણી જારી કરી

ઢોરના કારણે અનેક અકસ્માત

મનપાએ તેમની રહેવાની વ્યવસ્થા ભાઠેના કોમ્યુનિટી હોલમાં કરી છે. સુરત મનપાને કાયમી ધોરણે પોલીસ બંદોબસ્ત મળતા શહેરીજનોને રખડતા ઢોરના ત્રાસથી છુટકારો મળી રહેશે. છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. પશુપાલકો રસ્તાઓ પર ઢોર રખડતા મુકી દેતા હોય અકસ્માતનું પ્રમાણ પણ વધી ગયું છે. ફરિયાદના આધારે સુરત શહેર વિસ્તારમાં મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી ગેરકાયદેસર કબજાઓ દૂર કરવા તેમજ રખડતા ઢોરને પકડવા જે વિવિધ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી સુચારુ રૂપથી થાય તે હેતુ માટે સિક્યુરિટી ગાર્ડને સાથે રાખી કામગીરી કરવામાં આવે છે.જોકે કામગીરી દરમિયાન ઘણી વખત સુરત મનપાના સ્ટાફ સાથે ઘર્ષણની સ્થિતિ ઉભી થાય છે. તેમજ કામગીરીમાં વિક્ષેપ ઊભો થાય છે સદર કામગીરીમાં વિક્ષેપ તેમજ અડચણો આવવાથી કામગીરી સંપૂર્ણ રીતે પાર પાડી શકાતી નથી. રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન મનપાના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરી ઢોર છોડાવી જવાની ઘટના પણ સેંકડો વખત બની છે.

હવે સુરત પાલિકાના અધિકારીઓ SRP ફોર્સ સાથે રખડતા ઢોર પકડવા જશે

આ પણ વાંચો :વડાપ્રધાન મોદીએ આયુષ્માન ભારત ડિજિટલ મિશનની શરૂઆત કરી

સુરત મનપાને 50 એસઆરપી ટીમ ફળવવામાં આવી

મનપાનો લોકો પર ઘાક ના હોય એ દબાણ દૂર કરવાની કામગીરી માટે મનપા દ્વારા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવતો હોય છે, પરંતુ કેટલીક વખત મનપાને પોલીસ બંદોબસ્ત મળતો ન હોવાથી સિક્યુરિટી ગાર્ડની મદદથી કામગીરી હાથ ધરવામાં આવે છે. દરમિયાન કેટલાક માથાભારે તત્વો કામગીરી રોકવાનો પ્રયાસ કરે છે રખડતા ઢોર પકડવા સહિતની કામગીરી વિવાદ વગર પૂર્ણ થાય તે માટે મનપા સો એસઆરપીના જવાનોની ફોજ સુરત મનપાને ફાળવવામાં આવે તેવી રજૂઆત સરકાર સમક્ષ કરી હતી. સુરત મનપાને 50 એસઆરપી ટીમ ફળવવામાં આવી છે, જેમાં 1 PSI, 3 આર્મ ગાર્ડ,ડ્રાઈવર સહિતના જવાનોનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં એસઆરપીના બંદોબસ્ત સાથે શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details