ગુજરાત

gujarat

ETV Bharat / city

જો જો, ચેતજો... હવે ફરી પોલીસ હેલમેટ નહી પહેરનારને આટલો દંડ ફટકારશે - હેલ્મેટ અને સીટબેલ્ટ

રાજ્યમાં આજથી હેલ્મેટ અને સીટબેલ્ટ માટેની ટ્રાફિક ડ્રાઇવ (Surat Traffic drive)ની અમલવારી શુરુ કરવામાં આવી છે. તે જ રીતે સુરત શહેરમાં પણ ટ્રાફિક ડ્રાઇવની અમલવારી શરૂ કરવામાં આવ્યો છે.

જો જો, ચેતજો... હવે ફરી પોલીસ હેલમેટ નહી પહેરનારને આટલો દંડ ફટકારશે
જો જો, ચેતજો... હવે ફરી પોલીસ હેલમેટ નહી પહેરનારને આટલો દંડ ફટકારશે

By

Published : Mar 6, 2022, 5:32 PM IST

સુરત: રાજ્યમાં આજથી હેલ્મેટ અને સીટબેલ્ટ માટેની ટ્રાફિક ડ્રાઇવ (Surat Traffic drive)ની અમલવારી શુરુ કરવામાં આવી છે. શહેરના અનેક સ્થળોએ ગઈકાલથી જનજાગૃતિ રીતે અમલવારી શરૂ કરી દેવામાં આવી હતી. રાજ્યમાં 6થી 15 માર્ચ સુધી હેલ્મેટ અને સીટબેલ્ટ માટેની ટ્રાફિક ડ્રાઇવની અમલવારી (Helmet Implementation)શુરુ કરવામાં આવી છે.

જો જો, ચેતજો... હવે ફરી પોલીસ હેલમેટ નહી પહેરનારને આટલો દંડ ફટકારશે

આ પણ વાંચો:માસ્ટરકાર્ડ અને વિઝાએ રશિયામાં વ્યવહારો બંધ કર્યા, યુક્રેનમાં 18થી 60 વર્ષની વયના પુરુષોને દેશ છોડવા પર પ્રતિબંધ

અમલવારી જોવા મળી ન હતી

હેલ્મેટ અને સીટબેલ્ટ વગરના લોકોને દંડ (Helmet seatbelt charge) કરવામાં આવશે. જેથી આજથી બાઈક ઉપર હેલ્મેટ ફરજીયાત સાથે ફોરવ્હીલ ગાડીમાં સીટબેલ્ટ ફરજિયાત લાગવું પડશે. રાજ્યમાં આજથી હેલ્મેટ અને સીટબેલ્ટ માટેની ટ્રાફિક ડ્રાંઇવની અમલવારી શુરુ કરવામાં આવી છે. શહેરના અનેક સ્થળોએ ટ્રાફિક ડ્રાઇવની અમલવારી શરૂ થઈ જવી જોઈએ, પરંતુ તે અમલવારી જોવા મળી ન હતી. જેને લઇને અનેક લોકો હેલમેટ વગર જોવા મળ્યા હતા.

આ પણ વાંચો:Ukraine Russia invasion: રશિયા ત્રીજા પરમાણુ પ્લાન્ટ તરફ આગળ વધી રહ્યું છે: ઝેલેન્સકી

હાઇવે ઉપર હેલ્મેટ જરૂરી છે પરંતુ સિટીમાં નહીં

આ બાબતને લઈને જ્યારે લોકોને પૂછવામાં આવ્યું ત્યારે લોકો દ્વારા કહેવામાં આવ્યું કે, સિટીમાં ગાડીની સ્પીડ ઓછી હોય છે જેથી હવેથી જરૂર હોતી નથી પરંતુ હાઇ-વે ઉપર હેલ્મેટ પહેરવું જરૂરી છે. અન્ય લોકોએ કહ્યું કે, હેલ્મેટ ખૂબ જરૂરી છે. જે આપણી સેફટી છે. આમાં કેટલાક લોકો હેલ્થને લઈને બહાના કરતાં પણ જોવા મળ્યા, હેલ્મેટ બીજા ઘરે છે હું હેલ્મેટ લેવા જઈ રહ્યો છું. તો કોઈકે કહ્યું હે, હેલ્મેટ મારી બાઈકમાં છે. હું પહેરું છું. આ રીતે હેલ્મેટને લઈને લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details