- કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે બહાર પાડ્યું જાહેરનામું
- GJEPCના મેમ્બરો હશે તેઓ જ હવેથી હીરાની આયાતનિકાસ કરી શકશે
- નેચરલ ડાયમંડના પ્રમોશન માટે GJEPCની રજૂઆત હતી
- એક્સપોર્ટર-ઈમ્પોર્ટરને એક જ ચેનલમાં લાવવા લેવી ફરજિયાત બનાવવામાં આવી
સુરત : 22 નવેમ્બરના રોજ કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન ( Notification from Union Ministry of Commerce ) બહાર પાડી જાહેરાત કરાઈ છે કે GJEPCના મેમ્બરો ( members of GJEPC ) હશે તેઓ જ હવેથી હીરાની આયાતનિકાસ કરી શકશે. દેશમાં અનેક હીરા વેપારીઓ ( Exporter Importer ) એવા છે કે જે લાખો રૂપિયાની હીરાની રફની આયાત-નિકાસ કરે છે, પરંતુ GJEPCના ઓફિશિયલ સદસ્ય નથી. નેચરલ હીરાનું પ્રમોશન કરવા માઈનિંગ કંપનીઓ દ્વારા ફંડ એકત્ર કરવામાં આવે છે. 100 ટકામાંથી 90 ટકા ફંડ ડાયમંડ માઈનિંગ કંપનીઓ આપતી હોય છે જ્યારે 10 ટકા ફંડ GJEPC આપે છે. આ 10 ટકા માટે GJEPC પોતાના સદસ્યો પાસેથી એક્સપોર્ટ-ઈમ્પોર્ટ પર 0.02 ટકાની વસૂલી કરે છે. જ્યારે જે લોકો GJEPCના સદસ્ય નથી તેઓ પાસેથી આ રકમ વસુલ કરી શકતી નહોતી. પરંતુ હવે આ નોટિફિકેશન બાદ હવે જે હીરાના વેપારી છે ( Exporter Importer ) તેઓએ જ રફ ડાયમંડની ( Rough Diamonds ) આયાત અને નિકાસ કરી શકશે. સરકારના નોટિફિકેશન બાદ હવે જે વેપારીઓને રફ ડાયમન્ડ ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરવું હશે તેવા દરેક વેપારીઓએ GJEPCની મેમ્બરશિપ ફરજિયાત લેવી પડશે. જેના કારણે રફ-હીરાની કેટલી આયાત અને નિકાસ થાય છે તે પણ જાણી શકાશે.
સદસ્ય જ રફ ડાયમન્ડ એક્સપોર્ટ ઈમ્પોર્ટ કરી શકશે