XNSL લેબોરેટરી દ્વારા પ્લેટલેટ કાઉન્ટ ઓછા દર્શાવતા હોવાનું કેટલીક ખાનગી હોસ્પિટલો અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના ક્રોસ વેરીફિકેશનમાં બહાર આવ્યું હતું. બીજી વખતની તપાસમાં સંખ્યાબંધ કેસમાં પ્લેટલેટ કાઉન્ટ પૂરતા હોવાનું તેમજ ડેન્ગ્યુ નહીં, પરંતુ સાદો તાવ કે, મેલેરિયા હોવાનું ધ્યાને આવ્યું હતું. જ્યાં લેબોરેટરીને નોટિસ ફટકારી તેના રિપોર્ટ મેળવવાની કવાયત હાથ ધરી છે.
ડેન્ગ્યુનો બોગસ રિપોર્ટ આપતી લેબને નોટિસ ફટકારાઇ - ડેન્ગ્યુ
સુરત: ડેન્ગ્યુનો બોગસ રિપોર્ટ આપતી લેબ હજીરાના મોરા ગામેથી ઝડપાઇ છે. મોરા ગામની XNSL સેન્ટર પાસે આરોગ્ય વિભાગે રિપોર્ટની નકલો માંગવામાં આવી છે. પ્લેટલેટ કાઉન્ટ ઓછા દર્શાવી તમામ રિપોર્ટ ડેન્ગ્યુમાં ખપાવી દેવાતા હતા. આ બાબતે લેબને નોટિસ પણ ફટકારવામાં આવી છે.
ડેંગ્યુનો બોગસ રિપોર્ટ
લેબોરેટરી દ્વારા દર્દીના લોહીના નમૂનામાં પ્લેટલેટ કાઉન્ટ ઓછા દર્શાવવામાં આવતા હતા. સુરતમાં વધતા ડેન્ગ્યુના કેસોને લઈ આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલો પાસે રિપોર્ટ માંગવામાં આવી રહ્યાં છે. રાંદેર, મોરા ભાગલ અને અડાજણની હોસ્પિટલોમાંથી મોકલવામાં આવશે. લોહીના નમૂનાઓમાં પ્લેટલેટ ઓછા બતાવવામાં આવ્યા હતા. જ્યાં આ મામલે અન્ય કોઈ ખાનગી હોસ્પિટલો અથવા તબીબ સામેલ છે કે, કેમ તેની તપાસ હાલ જરૂરી બની છે.