- સુરતમાં બલેશ્વર ગામમાં સહકારી અને સિંચાઈ સમિતિના અધ્યક્ષનો સમારોહ યોજાયો
- સમારોહમાં ભાજપના નેતાઓએ કોરોના ગાઈડલાઈન્સના ઉડાડ્યા ખૂલ્લેઆમ ધજાગરા (Violation of Corona Guidelines)
- આ સમારોહમાં ન તો સોશિયલ ડિસ્ટન્સ (No Social Distancing) જોવા મળ્યું અને ન તો કોઈએ માસ્ક પહેરેલું
- બલેશ્વર ગામમાં કોરોનાને કારણે થયા હતા 30થી વધુને મોત, કાર્યક્રમમાં સમૂહ ભોજનનું પણ આયોજન કરાયું
સુરતઃ પલસાણા તાલુકાના બલેશ્વર ગામે સોમવારે જિલ્લા પંચાયતની ઉત્પાદન, સહકારી અને સિંચાઈ સમિતિના અધ્યક્ષનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્રિત થતા સોશિયલ ડિસ્ટન્સિંગ (No Social Distancing)ના ધજાગરા ઉડયા હતા. મોટાભાગના લોકોએ માસ્ક પહેરવાનું પણ ટાળ્યું હતું. આ એ જ ગામ છે જ્યાં કોરોનાની બીજી લહેર (The second wave of the corona)માં 30થી વધુ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા ત્યારે ભાજપના નેતાઓ ફરી કોરોનાને આમંત્રણ આપતા હોય તેમ સંમેલન યોજતા ગ્રામજનોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
બલેશ્વર ગામમાં કોરોનાને કારણે થયા હતા 30થી વધુને મોત, કાર્યક્રમમાં સમૂહ ભોજનનું પણ આયોજન કરાયું આ પણ વાંચોઃViolation of Corona guideline: મોંઘવારીના વિરોધમાં શાકભાજી વેચતાં મહિલા કોંગ્રેસ કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યાં
200થી વધુ લોકો ભેગા થતા કોવિડ ગાઈડલાઈનનું ભંગ (Violation of Corona Guidelines)
જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામમાં કોરોનાની બીજી લહેર (The second wave of the corona) દરમિયાન 30થી વધુ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. આમ, છતા અહીંના નેતાઓને આ બાબત ગંભીર લાગતી હોય તેવું દેખાતું નથી. હાલમાં જ સુરત જિલ્લા પંચાયતની ઉત્પાદન, સહકારી અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ બનેલા અફઝલ ખાન પઠાણના સન્માન સમારોહમાં 200 થી વધુ વ્યક્તિઓનું ટોળું ભેગું કરી કાર્યક્રમનું આયોજન કરી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડયા હતા. સામાન્ય નાગરિકો સામે કાર્યાવહી કરતી પોલીસ આ પ્રકરણમાં કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.
સમારોહમાં ભાજપના નેતાઓએ કોરોના ગાઈડલાઈન્સના ઉડાડ્યા ખૂલ્લેઆમ ધજાગરા (Violation of Corona Guidelines) આ પણ વાંચોઃViolation of social distance: તાપીના ટોકરવા ગામે સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ વિષ્ણુ ગામીત સામે નોંધાઇ પોલીસ ફરિયાદ
લોકોનું જીવન જોખમમાં મૂક્યું
સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામમાં કોરોનાની બીજી લહેર (The second wave of the corona) ઘાતક નીવડી હતી. કહેવાય છે કે, ગામમાં 30થી 35 વ્યક્તિઓનું કોરોનાના કારણે મોત થયું હતું. ગામમાં માતમ છવાયો હતો. આ ઘટનામાંથી માંડ માંડ લોકો બહાર આવી રહ્યા છે ત્યારે ભાજપના નેતાએ ફરી એકવાર ગામના લોકોનું જીવન જોખમાય એ રીતે સન્માન સમારોહનું આયોજન કરતાં ભારે ચકચાર મચી ગઈ હતી.
સુરતમાં બલેશ્વર ગામમાં સહકારી અને સિંચાઈ સમિતિના અધ્યક્ષનો સમારોહ યોજાયો આવા સમયે સન્માન સમારોહનું કરાયું હતું આયોજન હાલમાં સુરત જિલ્લા પંચાયતની વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી (BJP) ના લઘુમતી મોરચાના અગ્રણી અને જિલ્લા પંચાયતના સભ્ય અફઝલ ખાન પઠાણને ઉત્પાદક સહકારી સિંચાઈ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ માટે બલેશ્વર ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત જિલ્લા લઘુમતી મોરચાના વિવિધ અગ્રણીઓ તેમ જ પલસાણા તાલુકા ભાજપના વિવિધ હોદ્દેદારો સાથે 200થી વધુ વ્યક્તિઓનું ટોળું એકત્રિત કર્યું હતું, અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા (Violation of Corona Guidelines) ઉડાડયા હતા.
મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા
આ સમારોહમાં ઉપસ્થિત જનમેદની અને આગેવાનોએ મોટા પ્રમાણમાં માસ્ક પહેર્યું નહતું. આવી પરિસ્થિતિને લઈ ભારે ચકચાર મચી ગઈ હતી. કહેવાય છે કે, પલસાણા પોલીસ સામાન્ય માણસોને પલસાણા અને બલેશ્વર હાઈ-વે ઉપર માસ્ક ન પહેર્યું હોય તો મોટી પાવતી પકડાવી દંડ ફટકારે છે ત્યારે આ પ્રકરણમાં કાર્યવાહી કરશે કે કેમ એ જોવું રહ્યું.
કાર્યક્રમમાં સમૂહ ભોજન પણ યોજાયું
બલેશ્વર ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં ટોળું એકત્રિત થયું હતું. કોઈએ માસ્ક તો પહેર્યું જ નહતું, પરંતુ સાથોસાથ અહીં સમૂહભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ ટોળે ટોળાં એક સાથે બેસીને જમતા નજરે પડ્યા હતા. કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona) માટે આવા રાજકીય નેતા અને રાજકીય કાર્યક્રમો જવાબદાર રહેશે એ હકીકત છે.