સુરત: સુરત ખાતે મહારાષ્ટ્રના બળવાખોર 31 ધારાસભ્યો પૈકી ધારાસભ્ય નિતીન દેશમુખને (Nitish Deshmukh Maharashtra MLA) તબિયત ખરાબ થતાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેતું લઈ જવાયા (Surat Civil Hospital) હતા. જ્યાં તેમણે અવ્યવહારુ વર્તન કર્યું હતું. એટલું જ નહીં એક વૉર્ડબોયને (Wardboy Slapped) તમાચો પણ મારી દીધો હતો. આ સાથે તેમણે ખૂબ ગાળાગાળી કરી હતી. આ અંગે ડુમસ પોલીસને જાણ થતા પોલીસની ટીમ યુદ્ધના ધોરણે હોસ્પિટલ દોડી આવી હતી.
ગુજરાતમાં આવીને મહારાષ્ટ્રના MLA નિતીશ દેશમુખના ધમપછાડા,વૉર્ડબોયને લાફો માર્યો આ પણ વાંચો:શિવસેનામાં તિરાડ: ઉદ્ધવ ઠાકરેથી નારાજ થયેલા ધારાસભ્યો રાતોરાત સુરત આવ્યા, જુઓ વીડિયો
હોટેલની બહાર પણ હોબાળો:મહારાષ્ટ્રના રાજકીય ભુકંપ માટે એપી સેન્ટર બનેલા સુરતમાં મંગળવારે વહેલી સવારે નાટ્યાત્મક દ્રશ્યો સર્જાયા હતા. ધારાસભ્યને જે હોટલમાં રાખવામા આવ્યા હતા તેમાંથી એક ધારાસભ્યનું પ્રેશર વધી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેતું લઈ જવાયા હતા. જેનું નામ નિતીશ દેશમુખ છે. પોલીસ જાપ્તા હેઠળ ધારાસભ્યની સિવિલ હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. સોમવારે રાતથી સંપર્ક વિહોણા થયેલા મહારાષ્ટ્રના ધારાસભ્યો મોડી રાત્રે સુરતના ડુમસ ખાતેની મેરેડિયન હોટલમાં આવ્યા હતા. તેમણે હોટેલની બહાર પણ હોબાળો મચાવી દીધો હતો. જ્યારે સારવાર માટે હોસ્પિટલ પહોંચી ત્યાના વૉર્ડબોયને લાફો મારી દીધો હતો.
આ પણ વાંચો:તો કઈક આવા છે એકનાથ શિંદેની નારાજગી પાછળના 4 મુખ્ય કારણો
હોટેલમાં પણ અણછાતું વર્તન: માત્ર હોસ્પિટલની વાત નથી. મહારાષ્ટ્રના નેતાએ હોટેલમાં પણ અણછાજતું વર્તન કર્યું હતું. ડુમસ પોલીસ સુરક્ષા સાથે એમને હોસ્પિટલ સારવાર માટે લઈ ગઈ હતી. બીજી તરફ મહારાષ્ટ્રમાં રહેલા નિતીશ દેશમુખના પત્નીએ પતિ નિતીશ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી છે. મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના બાલાપુરના શિવસેના ધારાસભ્યના પત્ની પ્રાંજલી દેશમુખે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ થઈ છે. તેમણે કહ્યું હતું કે, તેઓ સોમવાર રાતથી ગુમ થઈ ગયા છે. એટલે એનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.