ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યભરના ટ્યૂશન ક્લાસિસ બંધ કરવાનો સરકારે આપ્યો આદેશ

ગાંધીનગર : રાજ્યમાં આવેલા સુરત શહેરમાં તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં ચાલતા ટ્યુશન ક્લાસીસમાં આગ લાગતા આશરે 20 લોકોના મોત થયા છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા બીજા માળેથી જીવ બચાવવા માટે છલાંગ લગાવી હતી. આ દરમિયાન બે કરતા વધુ કલાક સુધી આ ભાગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો તેમ છતાં આગને કાબૂમાં મેળવી શકાઈ ન હતી. આ બનાવને લઇને રાજ્યના મુખ્યપ્રધાને તપાસના આદેશો જાહેર કર્યા છે.

રાજ્યભરના ટ્યૂશન ક્લાસિસ બંધ કરવાનો સરકારે આપ્યો આદેશ...

By

Published : May 24, 2019, 10:39 PM IST

આ અંગે નાયબ મુખ્યપ્રધાને પણ જણાવ્યું હતું કે, રાજ્યમાં ચાલતા ટ્યુશન ક્લાસિસને હાલમાં બંધ કરવાનો આદેશ કર્યો છે. જ્યાં સુધી તપાસ અધિકારીનું પ્રમાણપત્ર ન મેળવે ત્યાં સુધી ટ્યુશન ક્લાસિસ નહીં ચલાવવા આદેશ કર્યો છે.

વધુમાં નીતિન પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, સુરતમાં બનેલી આગની ઘટના દુઃખદ બાબત છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ચાલતા ટ્યુશન ક્લાસિસ ફાયરસેફ્ટીની સુવિધાઓ છે કે નહીં તેની તપાસ કરવા સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી આ તપાસ પૂર્ણ ન થાય અને સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર ન મેળવે ત્યાં સુધી ટ્યુશન ક્લાસિસ શરૂ નહીં કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે. આ આગના બનાવમાં ફાયર બ્રિગેડના સાધનો ખરાબ હોવાનું જાણવા મળ્યું હતું. તેને લઈને કહ્યું કે, આ બાબતની પણ તપાસ કરવામાં આવશે અને જવાબદાર કર્મચારીઓ સામે સરકાર દ્વારા પગલા ભરવામાં આવશે.

રાજ્યભરના ટ્યૂશન ક્લાસિસ બંધ કરવાનો સરકારે આપ્યો આદેશ...

નીતિન પટેલ નાયબ મુખ્ય પ્રધાન હોવા છતાં તેઓ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરતા હોય તેવું જોવા મળ્યું હતું. તેમણે કહ્યું કે, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તમામ ટ્યુશન ક્લાસિસોને સામે પગલાં ભરવાની અને ફાયર સેફ્ટીની સુવિધાઓ છે કે નહીં તે તપાસના આદેશ આપ્યા છે. પરંતુ સરકાર દ્વારા જવાબદારો સામે કેવા પગલા ભરવામાં આવશે તે બાબતે તેમને કોઈ ફોળ પાડ્યો ન હતો.

તેમણે કહ્યું કે, ઘાયલોને સુરતમાં આવેલી સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર કરવામાં આવશે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર મળતી હોય છે. ત્યારે સુરતમાં આ પ્રકારનો બનાવ થોડા સમયમાં જ બીજી વખત બન્યો છે. નાયબ મુખ્યપ્રધાન હોવાથી સરકારે કેવા પગલાં ભર્યા, અગાઉના બનાવમાં જવાબદારો સામે કેવી કાર્યવાહી કરવામાં આવી તે બાબતની પણ માહિતી તેમણે આપી ન હતી. તેમણે માત્ર જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે અને ઘાયલોને તમામ પ્રકારની સારવાર મળી રહેશે.

ABOUT THE AUTHOR

...view details