ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત શિક્ષણ સમિતિના નવ નિયુક્ત સભ્ય અને ભાજપના કાર્યકર દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા - Nine appointed members of Surat Education Committee and BJP workers were seen drinking alcohol

સુરતના શિક્ષણ સમિતિના નવ નિયુક્ત સભ્ય અને ભાજપના કાર્યકર દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા. રાકેશ રાખડીયાની નિમણૂક શિક્ષણ સમિતિમાં થઈ હતી. પરંતુ દારૂની મહેફિલ માણતાનો વિડીયો વાયરલ થતા તેની તપાસ હવે અમરોલી પોલીસે શરૂ કરી દીધી છે.

સુરત શિક્ષણ સમિતિના નવ નિયુક્ત સભ્ય અને ભાજપના કાર્યકર દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા
સુરત શિક્ષણ સમિતિના નવ નિયુક્ત સભ્ય અને ભાજપના કાર્યકર દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા

By

Published : Jun 10, 2021, 10:03 AM IST

  • દારૂની મહેફિલ માણતાનો વિડીયો વાયરલ થયો
  • રાકેશ રાખડીયાની નિમણૂક શિક્ષણ સમિતિમાં થઈ
  • અમરોલી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે

સુરત: શિક્ષણ સમિતિના સભ્યોની નિમણુંકના કલાકો બાદ ભાજપના એક કાર્યકર્તાનો દારૂની મહેફિલ માણતો વીડિયો સામે આવતા ફફડાટ મચી ગયો છે. રાકેશ રાખડીયાની નિમણૂક શિક્ષણ સમિતિમાં થઈ હતી, પરંતુ દારૂની મહેફિલ માણતાનો વિડીયો વાયરલ થતા તેમની તપાસ હવે અમરોલી પોલીસે શરૂ કરી દીધી છે.

આ પણ વાંચોઃદારૂની પ્રવૃત્તિ રોકવામાં નિષ્ફળ રહેલા કડોદરા GIDC પોલીસ મથકના પી.આઈ. સસ્પેન્ડ

રાકેશ રાખડીયા છેલ્લા કેટલાય વર્ષોથી સુરત ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે ભૂમિકા ભજવે છે

રાકેશ રાખડીયા છેલ્લા કેટલાય વર્ષોથી સુરત ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે ભૂમિકા ભજવે છે. હાલમાં જ તેની નિમણૂક શિક્ષણ સમિતિના સભ્યોમાં થઈ છે અને તેન સભ્યપદ પણ મળ્યું છે. સભ્યની નિમણૂંક થયા બાદ જ સોશિયલ મીડિયામાં રાકેશ રાખડીયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રાકેશ પોતાના મિત્ર સાથે દારૂની મહેફિલ માણતો નજરે પડી રહ્યો છે.

આ પણ વાંચોઃનડીયાદમાં માસ્ક બાબતે દુકાનદાર સાથે પોલીસની ઝપાઝપીનો વીડિયો વાયરલ

તપાસના આદેશ કરાયા

જે રીતે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારબાદ ભાજપના કાર્યકરોમાં સોપો પડી ગયો છે. આ સમગ્ર બનાવમાં ઉચ્ચ અધિકારી દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે તથા વીડિયોમાં રાકેશ સાથે અન્ય કયા લોકો છે, તે અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details