ગુજરાત

gujarat

By

Published : Oct 11, 2021, 8:54 PM IST

ETV Bharat / city

સુરતમાં નિલેશકુમાર બોડાવાળાએ કરી અનોખી રીતે અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી

સુરતમાં પોતાને ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનના પરમ ભક્ત કહેનારા નિલેશકુમાર બોડાવાળાએ આજે 11 ઓક્ટોબરે અમિતાભ બચ્ચનના 79 મા જન્મદિવસની ઉજવણી કરી હતી. અમિતાભ બચ્ચનના નામની આરતી પણ રાખવામાં આવી છે. તે આરતી પણ ગાવામાં આવી આ રીતે નિલેશભાઈએ અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભકામનાઓ આપી છે.

Aarti by Amitabh Bachchan
Aarti by Amitabh Bachchan

  • અભિનેતા અમિતાભ બચ્ચનનો જન્મદિવસ
  • સુરતમાં અનોખી રીતે તેમના જન્મદિવસની ઉજવણી
  • અમિતાભના ભક્ત કહેનારાં નિલેશકુમારે ઉજવ્યો જન્મદિવસ

સુરત: આજે બોલિવૂડના સુપ્રસિદ્ધ અભિનેતા અમિતાભ બચ્ચનનો 79 મો જન્મદિવસ છે. અમિતાભ બચ્ચનના ઘણા ફેન છે. જેમાં સુરતના નિલેશકુમાર બોડાવાળા પણ અભિનેતા અમિતાભ બચ્ચનના નજીકના મિત્ર છે. તેમને તો અમિતાબ બચ્ચનને પોતાના ભાગવાન સ્વરૂપમાં મને છે. તેમણે અમિતાભ બચ્ચન ઉપર PhD કરી હોય તેમ લાગી રહ્યું છે. અમિતાભ બચ્ચનની સૌપ્રથમ વખત આવનારી ફિલ્મ તથા આજ દિન સુધી જેટલી પણ ફિલ્મો છે. તેની એક મોટું આલ્બમ બનાવી રાખ્યું છે. તેમાં કઈ ફિલ્મ કઈ તારીખે રિલીઝ થઈ હતી. એ બધી ચીજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે અમિતાભ બચ્ચન ઉપર લોક કથા આરતી પણ રાખી છે અને તેઓ પોતે રોજ અમિતાભ બચ્ચનની આરતી પણ ગાય છે. આજે જન્મદિવસ નિમિત્તે તેમણે પોતાના ઘરને અમિતાભ બચ્ચનના યાદોના આલ્બમોથી સજાવી દીધું છે. ઘરની બહાર ઘરની અંદર તથા બેડરૂમમાં પણ જ્યાં જૂઓ ત્યાં અમિતાભ બચ્ચનની તસવીરો નજર જોવા મળી રહી છે.

સુરતમાં નિલેશકુમાર બોડાવાળાએ કરી અનોખી રીતે અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી

મારા ભગવાન છે અમિતાબ બચ્ચન: નિલેશકુમાર

નિલેશકુમાર બોડાવાળાએ જણાવ્યું હતું કે, આમ તો અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી કરવા માટે એટલા બધા આનંદિત છીએ કે એક તારીખથી લઇને ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે. એક તારીખથી લઈને આજે 11 તારીખ સુધી મેં પાંચ જેટલી કેકો કાપી નાખી છે. તે પણ અમિતાભ બચ્ચનના નામની જ. મારો જન્મદિવસ 7 ઓક્ટોબર છે. મારા લગ્નની તારીખ પણ 7 ઓક્ટોબર છે પરંતુ હું 7 ઓક્ટોબર સેલિબ્રેશન નથી કરતો. એ બધી જ પ્રકારનું સેલિબ્રેશન 11 ઓક્ટોબરના રોજ જ કરું છું. આ વર્ષે અમારે અમિતાભ બચ્ચનની ૭૯ મી જન્મદિવસ નિમિત્તે અમે ૭૯ કલાકનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. ફેસબૂક લાઈવ ઉપર અને તેના દ્વારા અમે એક તારીખથી બર્થડે કેક કટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ શરૂઆત મારાં ઘરથીજ કરવામાં આવ્યું હતું. જે બચ્ચનધામ તરીકે ઓળખાય છે. એટલે અત્યાર સુધી અમે 6 વખત કેક કટિંગ કરી ચુક્યા છે.

સુરતમાં નિલેશકુમાર બોડાવાળાએ કરી અનોખી રીતે અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી

બચ્ચનસાહેબના ગુણ આપણા જીવનમાં ઉતારીએને તો આપણું જીવન પણ ધન્ય થઇ જાય: નિલેશકુમાર

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બચ્ચન સાહેબના જન્મદિવસ પર તો ખુશીનો કોઈ પાર જ નથી રહેતો. કારણ કે ૭૯ ઉંમરે પણ તે એ જ અદાથી કામ કરે છે, એ જ ઉત્સાહથી કામ કરે છે. હાલમાં જ અમે જોયું છે. અમારી નજરની સમક્ષ કે જ્યારે એમના પગમાં ફેક્ચર થયું હતું તેમણે સૂટ પહેર્યો હતો અને સૂટની નીચે ચપ્પલ પહેર્યા હતા. તે સમય દરમિયાન મેં બચ્ચન સાહેબને પ્રશ્ન કર્યો હતો કે, સર તમે આ ચંપલ કેમ પહેરી છે, ત્યારે બચ્ચન સાહેબે મને જવાબ આપ્યો કે " મુજે ખુશી કે નીચે કા ટેકા લગ ગયા ઉસકે કારણ મેરે ઉંગલીમે ફેક્ચર લગ ગયા ઈસીલીયે મે ચપ્પલ પહેન કે કામ કરતા હું. " એટલે તેમની ઊર્જાશક્તિ માટે કોઈ પ્રકારનું ડાઉટ જ નથી કે બચ્ચન સાહેબની આ ઉંમરમાં પણ ઊર્જાશક્તિ સાથે કામ કરી રહ્યા છે. બચ્ચનસાહેબ અદાકારી માત્ર બેતાજ બાદશાહ છે જ પરંતુ બચ્ચન સાહેબના જે ગુણ છે એ ગુણ જે આપણે થોડાઘણા આપણા જીવનમાં ઉતારીએ ને તો આપણું જીવન પણ ધન્ય થઇ જાય.

સુરતમાં નિલેશકુમાર બોડાવાળાએ કરી અનોખી રીતે અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી

અભિનેતા અમિતાભ બચ્ચનના શ્લોક તથા આરતી

નિલેશકુમારે કહ્યું કે, બચ્ચન સાહેબ મારા મંદિરના ભગવાન છે. બચ્ચન સાહેબના જન્મદિવસ નિમિત્તે આ એક આરતી. આરતી તો હું રોજ કરું છું અને આ આરતીમાં બચ્ચન સાહેબનો એક શ્લોક બોલીને આરતીની શરૂઆત કરી છે.

" ઓમ અમ અમિતાભાય નમો નમઃ શ્રી બચ્ચન પરિવારાય નમો નમઃ જલસા દ્વારે કસ્ટ નિવાવન નમો નમઃ શ્રી અમિતાભ બચ્ચન દેવ કી જય હો."

" જયદેવ જયદેવ જય શ્રી અમિતાભ દેવા પ્રભુ શ્રી અમિતાભ દેવા શુભ સામદિન રાત માલા જપો શ્રી અમિતાભ કી પ્રભુ માલા જપો શ્રી અમિતાબ કી ટ્વિટર હો યા તંબલ હો યા ફેસબુક ઇન્સ્ટાગ્રામ સબપે ફોલો કરે યે ભક્ત સબ પર ફોલો કરે યે ભક્ત જિસ દિન પ્યાર કા આપકા પ્યાર હમ સબકો મિલજાયે ઉસ દિન યે ભક્ત દિન દુખીયો કો છપ્પનભોગ ધરે પ્રભુ છપ્પનભોગ ધરે જય દેવ જય દેવ જય શ્રી અમિતાબ દેવા માતા પિતા તુમ્હી હોય બંધુ સખા તુમ્હી હો તુમ્હી હો ગુરુ આદર્શ મેરે પ્રભુ ગુરુ હો આદર્શ મેરે ક્યા ગંગોત્રી ક્યા યમનોત્રી ક્યા બધરી કેદારનાથ પ્રભુ ક્યા બધરી કેદારનાથ આપકે દર્શન મે ચારો ધામકે શુખ મિલ જાવે પ્રભુ ચારો ધામકા શુખ મિલ જાવે જય દેવ જય દેવ શ્રી અમિતાભ દેવ પ્રભુ શ્રી અમિતાભ દેવ પ્રભુ શ્રી અમિતાભ દેવ."

આ રીતે સુરતના નિલેશકુમાર બોડાવાળાએ અમિતાભ બચ્ચન ઉપર આરતી લખી છે.

સુરતમાં નિલેશકુમાર બોડાવાળાએ કરી અનોખી રીતે અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી

ABOUT THE AUTHOR

...view details