ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતીઓ માટે રાહતના સમાચાર, કોરોનાના કેસો થયાં ઓછા, રિકવરી રેટ 77 ટકા - ETVBharat

સુરતમાં છેલ્લાં બે મહિનાથી ગુજરાતનો સુરત શહેર કોરોના હોટ સ્પોટ છે.પરંતુ રાહતના સમાચાર સુરત માટે એ છે કે છેલ્લાં કેટલાક દિવસથી કોરોનાના કેસો ઓછા થયાં છે. સુરત શહેર અને જિલ્લામાં દરરોજ 300 જેટલા પોઝિટિવ કેસ નોંધાતાં હતાં. જે હાલ બસોની અંદર આવી રહ્યાં છે. સાથે સુરતમાં રિકવરી રેટ 77 ટકા સુધી પહોંચી ગયો છે. પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલના ઓપીડીમાં પણ દર્દીઓની સંખ્યા ઓછી થઈ છે.

સુરતીઓ માટે રાહતના સમાચાર, કોરોનાના કેસો થયાં ઓછા, રિકવરી રેટ 77 ટકા
સુરતીઓ માટે રાહતના સમાચાર, કોરોનાના કેસો થયાં ઓછા, રિકવરી રેટ 77 ટકા

By

Published : Aug 18, 2020, 8:09 PM IST

સુરતઃ કોરોના હોટસ્પોટ સિટી બની ગયેલા સુરત માટે મોટા સમાચાર સુરત મહાનગરપાલિકા કમિશનરે આપ્યાં છે.. સુરતમાં કોરોનાને માતા આપનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સુરતમાં રિકવરી રેટ 77 ટકા સુધી પહોંચાય છે. પાલિકા કમિશનર બંછાનિધિ પાણીએ જણાવ્યું છે કે સુરતમાં છેલ્લાં 15 દિવસમાં રિકવરી રેટ વધીને 77 ટકા થયો છે. મહત્વનું છે કે અગાઉ આ રેટ 60 ટકાની આસપાસ હતો. ડેથ રેટ બે ટકાની આસપાસ છે.

સુરતીઓ માટે રાહતના સમાચાર, કોરોનાના કેસો થયાં ઓછા, રિકવરી રેટ 77 ટકા
દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અગાઉ એક દિવસમાં 200થી 250 લોકો હોસ્પિટલમાં દાખલ થતા હતાં તે સંખ્યા ઘટીને 80ની સંખ્યા થઈ છે. બંછાનિધિ પાણીએ જણાવ્યું હતું કે અગાઉ કોવિડના લક્ષણોવાળા કેસોની સંખ્યા દરરોજ 3000ની હતી જે 1200ની આસપાસ થઈ છે. સ્મિમરે અને સિવિલમાં દરરોજની ઓપીડી 1000ની હતી જે હવે ઘટીને 200ની થઈ છે. 108 ઈમરજન્સી સેવાની કોવિડ માટેની ટ્રીપ 269 હતી, તે ઘટીને 100ની આસપાસ થઈ છે. 104 પરની સેવાના કોલ કરવામાં ઘટાડો થયો છે. સુરતમાં કોવિડ સંપૂર્ણ રીતે કાબૂમાં છે.
સુરતીઓ માટે રાહતના સમાચાર, કોરોનાના કેસો થયાં ઓછા, રિકવરી રેટ 77 ટકા
સુરત શહેરના બે મુખ્ય ઉદ્યોગ સુરત ટેક્સટાઇલ માર્કેટ અને હીરા ઉદ્યોગ શરૂ થયાં છે. પાલિકા દ્વારા જે એસઓપી આ બંને ઉદ્યોગો માટે જાહેર કરાઈ છે તેને લઈ બંછાનિધિ પાણીએ જણાવ્યું છે કે, કેસ ઓછા થતાં સુરતીઓને આ વાતને સરળતાથી નહીં લેવી જોઈએ. જો તકેદારી અને સાવચેતી નહીં રખાય તો આવનાર દિવસોમાં કેસો વધી પણ શકે છે. હીરા અને કાપડ ઉદ્યોગ માટેની એસઓપીનો ભંગ કર્યો તો પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી થશે.

ABOUT THE AUTHOR

...view details